ફ્રાંસના વિમાનમાં ભારતીય મુસાફરની વિચિત્ર હરકત: ઈમરજન્સી લેંડિગ, અટકાયત

શેરી ફેરીયાઓને લોન સહાય, બેંકો દ્વારા મેગા કેમ્પનું આયોજન
શેરી ફેરીયાઓને લોન સહાય, બેંકો દ્વારા મેગા કેમ્પનું આયોજન

ઘાનાથી પેરિસ જતા રસ્તે નવી દિલ્હી આવનારા એર ફ્રાંસના વિમાનને ભારતીય મુસાફરની એક વિચિત્ર હરકતના કારણે બલ્ગુરિયાની રાજધાનીમાં ઈમરજન્સી લેંડિગ કરવુ પડ્યું હતું. ભારતીય વ્યક્તિની ઓળખ છતી નથી કરવામાં આવી પણ તેને ૭૨ કલાક માટે અટકાયતમાં લેવામાં આવ્યો છે. બલ્ગેરિયાની સોફિયા સિટીની ઈલિયાના કિરીલોવાએ જણાવ્યું હતું કે, આ ભારતીય નાગરિકની અટકાયતમાં લીધા બાદ વિમાન દિલ્હી માટે રવાના થયુ હતું. જો આ ભારતીય દોષિત ઠરશે તો તેને પાંચ થી ૧૦ વર્ષની સજા થઈ શકે છે. બલ્ગેરિયામાં ભારતીય દૃૂતાવાસને આ ઘટનાની જાણકારી આપવામાં આવી છે.

ફ્રાન્સની રાજધાની પેરિસથી નવી દિલ્હી આવી રહેલા એર ફ્રાન્સના પ્લેનમાં ભારતીય પેસેન્જરે ભારે હંગામો કર્યો હતો. આ પેસેન્જરે ક્રૂ-મેબર સાથે અન્ય પ્રવાસી પર પણ હુમલો કર્યો હતો. પેરિસથી ઉડાન ભરતાંની સાથે જ ભારતીય પેસેન્જરે પ્લેનમાં અન્ય મુસાફરો સાથે ઝઘડો કરવાનો શરૂ કરી દીધો હતો. પ્લેનના કર્મચારીએ આ પેસેન્જરને સમજાવવાની કોશિશ કરી પણ એ શાંત થવાને બદલે ઉદ્ધતાઈભર્યું વર્તન કરીને જોર જોરથી બૂમો પાડવા લાગ્યો હતો. પ્લેનમાં ધમપછા કરવા લાગ્યો હતો. આ પેસેન્જરે કોકપીટને પણ જોરજોરથી ખખડાવવાનું શરૂ કરી દીધું હતું. આ પેસેન્જરે પ્લેનની અંદર ડરામણો માહોલ બનાવી દીધો હતો.

જેના કારણે લાઈટ કમાન્ડરને બલ્ગેરિયાના સોફિયા એરપોર્ટ પર ઇમર્જન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. એર ફ્રાન્સની લાઈટમાં હંગામો કરનાર ભારતીયના નામનો ખુલાસો થયો નથી. ઈમર્જન્સી લેન્ડિંગ પછી આ પેસેન્જરની અટકાયત કરાઈ હતી. તપાસ એજન્સી તપાસ કરી રહી છે કે ભૂલ કોની હતી. આ પેસેન્જરને બલ્ગેરિયામાં ઉતારીને લાઈટને દિલ્હી રવાના કરાઈ હતી. જો તેનો આરોપ સાબિત થશે તો તેને ૧૦ વર્ષની સજા થઈ શકે છે.