ફેબ્રુઆરી સુધીમાં ખતમ થઈ જશે કોરોનાનુ સંક્રમણ: સરકારની પેનલનો દાવો

દેશમાં ૧ કરોડથી વધુ કેસ નહીં નોંધાય

ભારતમાં કોરોનાનુ સંક્રમણ તેની ચરમસીમાને વટાવી ચુક્યુ છે અને ફેબ્રુઆરી ૨૦૨૧ સુધીમાં આ મહામારી ખતમ થઈ જશે તેવુ કેન્દ્ર સરકારના વૈજ્ઞાનિકોની એક પેનલનુ માનવુ છે.

આ પેનલમાં સામેલ વૈજ્ઞાનિકોની નિમણૂંક સરકારે કરી છે.હાલની સ્થિતિનો અભ્યાસ કર્યા બાદ પેનલનુ કહેવુ છે કે, આગામી વર્ષના ફેબ્રુઆરી મહિના સુધીમાં કોરોના સંક્રમણ ખતમ થઈ જશે.ભારતમાં કોરોનાના ૧.૦૬ કરોડથી વધારે કેસ નહીં નોંધાય.

હાલમાં ભારતમાં કોરોનાના ૭૫ લાખ કેસ નોંધાઈ ચુક્યા છે. એક અંગ્રેજી અખબારને આ પેનલે કહૃાુ હતુ કે, વાયરસથી બચવા માટે જે પણ ઉપાયો કરવામાં આવી રહૃાા છે તે ચાલુ રાખવા જોઈએ.આ પેનલ સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર કે વિજયરાઘવને બનાવી હતી.જેમાં આઈઆઈટી હૈદ્રાબાદના પ્રોફેસર એમ વિદ્યાસાગર પ્રમુખ છે.સમિતિના કહેવા પ્રમાણે ભારતે જો માર્ચ મહિનામાં લોકડાઉન લાગુ ના કર્યુ હોત તો ૨૫ લાખ લોકોના મોત થયા હોત.ભારતમાં કોરોનાના કારણે અત્યાર સુધીમાં ૧.૪ લાખ લોકો મોતને ભેટી ચુક્યા છે.

પેનલના સભ્ય ડો. વી કે પોલે કહૃાુ હતુ કે, છેલ્લા ત્રણ અઠવાડિયામાં નવા કેસ અને મોતની સંખ્યા પણ ઘટી છે પણ શિયાળામાં કોરોનાની બીજી લહેરની સંભાવના નકારી શકાય તેમ નથી.

ઉલ્લેખનીય છે કે છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૬૧૦૦૦ કેસ સામે આવ્યા છે.જ્યારે ૧૦૩૩ લોકોના આ સમયગાળા દરમિયાન મોત થયા છે.દેશમાં કોરોનાના દર્દીઓનો રિકવરી રેટ ૮૮ ટકા થઈ ગયો છે.