પ.બંગાળના મુખ્યમંત્રી પર હુમલાની ઘટનાથી સર્જાતા ભેદભરમ

mamta-benerji-attack-security
mamta-benerji-attack-security

ભાજપ અને કોંગ્રેસે ઈમોશનલ નાટક ગણાવ્યું, મમતા કહે છે ભાજ્પનું કાવતરૂ

હોસ્પિટલમાં સઘન સારવાર હેઠળ, તબીબો કહે છે ખભા અને પગમાં ગંભીર ઈજા

પશ્ર્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર બુધવારે મોડી સાંજે નંદીગ્રામ વિસ્તારમાં અજાણ્યા શખ્સોએ હુમલો કરતા ભારે રાજકીય વિવાદ ઉભો થઇ ગયો છે. મમતા બેનર્જીને ગંભીર ઈજાઓ સાથે કોલકતાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તબીબોએ એવું જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીને ઘુટણ પગના હાડકા અને જમણા ખભા પર ગંભીર ઈજાઓ થઇ છે. 5 ડોકટરોની ટીમ તેમની સારવાર કરી રહી છે.

મુખ્યમંત્રી મમતા નંદીગ્રામ બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી લડી રહ્યા છે. ગઈ સાંજે તેઓ કારમાં થી ઉતેરી સભા સ્થળે જઇ રહ્યા હતા ત્યારે કેટલાક અજાણ્યા શખ્સોએ ધક્કો મારી દીધો હતો જેના કારણે મમતાને હાથે-પગે અને હાડકામાં ગંભીર ઈજા થઇ હતી. અનેક રાજકીય પક્ષોના નેતાઓએ હુમલાને વખોડી કાઢ્યો હતો. તો કોંગ્રેસ અને ભાજપે એવી ટકોર કરી હતી કે આ મમતાનું રાજકીય નાટક છે. તેઓ સહાનુભુતિ પ્રાપ્ત કરીને નંદીગ્રામમાં મતો મેળવવા માંગે છે. જયારે મમતા બેનર્જીએ આવો આક્ષેપ કર્યો હતો કે હુમલાનું કાવતરું ભાજપે ઘડ્યું હતું. પશ્ચિમ બંગાળના અનેક મંત્રીઓએ હુમલને વાખોરી કાઢ્યો છે અને કાયરતા ભર્યું કૃત્ય ગણાવ્યું છે. રાજદના નેતા તેજસ્વી યાદવે હુમલાની ટીકા કરતા જણાવ્યું હતું કે, ગુંડાઓએ મમતાજી પર જે કાયર અને જ્જ્ઘન્ય હુમલો કર્યો છે તેને હું વખોડી કાઢુંછે. આજે બંગાળની પોલીસ ચુંટણી પંચના કબ્જામાં છે હુમલા ખોરોને સખ્ત નશિયત કરવી જોઈએ.પ્રશ્ચિમ બંગાળના ગર્વનર જગદીપ ધાનકર હોસ્પિટલ દોડી ગયા હતા અને મમતાના ખબર પૂછ્યા હતા અને લોકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી.