પાકિસ્તાનનું રસીકરણ કરશે ભારત

સીરમ કંપનીમાં બનતી વેક્સીન મોકલાશે: પહેલા તબક્કામાં રસીનો ડોઝ ગીફ્ટ અપાશે

વિશ્વના લગભગ 65 જેટલા દેશોને કોરોના રસીના કરોડો ડોઝ ભારતે આપ્યા હતા પરંતુ અત્યાર સુધી આ સવલતથી વંચિત રહી ગયેલા પાકિસ્તાનને પણ ભારતે વેક્સીન આપવાનું નક્કી કર્યું છે. પુણેની સીરમ કંપનીમાં તૈયાર થયેલી એસ્ટ્રાઝેનેકા રસીના 1 કરોડ 60 લાખ ડોઝ ભારત પહેલા તબકકે પાકિસ્તાનને ભેટ આપશે તેમ જાણવા મળ્યું છે. પાકિસ્તાને કોવીડ રસીને મંજુરી આપી દીધી છે એટલે ભારત રસીનો જથ્થો માર્ચના મધ્ય સુધીમાં મોકલી આપશે. ભારતીય બનાવટની રસીના કુલ 450 લાખ ડોઝ ઇસ્લામાબાદને પુરા પાડવામાં આવશે. પુણેની કંપનીમાં જ ઓક્સફર્ડની એસ્ટ્રાઝેનેકા રસી તૈયાર થઇ રહી છે. આ રીતે પાકિસ્તાન પણ હવે લાભાર્થી બન્યું છે. ભારતે પડોશના નેપાળ, બાંગ્લાદેશ, ભૂતાન, માલદીવ અને મ્યાનમાર ને 56 લાખ ડોઝ તો મોકલાવી પણ દીધા છે.