પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને નવાઝ શરીફને સૌથી મોટા ગદ્દાર કહૃાા

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને વિપક્ષી નેતા નવાઝ શરીફ ઉપર પ્રહાર કર્યા છે. તેમણે નવાઝ શરીફને ગદ્દાર પણ કહૃાા. પાકિસ્તાનના વડાપ્રધાનએ કહૃાું કે નવાઝ શરીફ જવાનોને સૈન્ય નેતૃત્વ સામે બળવો કરવા માટે ઉશ્કેરી રહૃાા છે અને તેનાથી મોટો દેશદ્રોહ બીજો શું હોય શકે.

ઈમરાન ખાને ઈન્ટરવ્યુમાં કહૃાું હતું કે જ્યારે તેઓ કહે છે કે સૈન્ય નેતૃત્વ ખરાબ છે અને તેના સિવાય આર્મી સારી છે. આનો અર્થ એ થયો કે તમે સૈનિકોને બળવા માટે ઉશ્કેરી રહૃાા છો. ચોરીના પૈસાથી ખરીદેલા ભવ્ય લેટમાં બેસીને એક વ્યક્તિ (નવાઝ શરીફ) આર્મીના જવાનોને નેતૃત્વ પરિવર્તન માટે ઉશ્કેરી રહી છે.

તેમણે વધુમાં કહૃાું હતું કે નવાઝ શરીફ ડરપોક થઈને વિદેશમાં છૂપાયા છે અને પોતાના સમર્થકોને સરકાર સામે વિદ્રોહ કરવા માટે ઉશ્કેરી રહૃાા છે. શરીફ પર દેશદ્રોહનો કેસ કેમ નથી કરતા તેવા સવાલના જવાબમાં ઈમરાને કહૃાું કે દેશદ્રોહને સાબિત કરવો ઘણો મુશ્કેલ કામ છે. એજન્સીના રિપોર્ટના આધારે કોર્ટમાં કેસ ન કરી શકો.