પતિએ કરાવ્યા પત્નીના તેના પ્રેમી સાથે લગ્ન!

પતિએ કરાવ્યા પત્નીના લગ્ન!
પતિએ કરાવ્યા પત્નીના લગ્ન!

પતિના સમજાવવા છતાં પત્ની ના માની એટલે પતિએ તેના લગ્ન પ્રેમી સાથે કરાવી દીધા

કહેવાય છે કે લગ્નના સમયે જે સાતફેરા ફરાય છે તે સાત જન્મ સુધી ચાલે છે, પણ આ કિસ્સામાં આવું બિલકુલ નથી. સાત ફેરાનો પવિત્ર સંબંધ સાત વર્ષ પણ ન ચાલ્યો. પતિના સમજાવવા છતાં પત્ની ના માની એટલે પતિએ તેના લગ્ન પ્રેમી સાથે કરાવી દીધા.

Subscribe Saurashtra Kranti here

મળતી માહિતી અનુસાર, લગભગ સાત વર્ષ પહેલા ખગડીયાની રહીશ સપના કુમારીના લગ્ન ભાગલપુરના સુલતાનગંજમાં રહેતા ઉત્તમ મંડલ સાથે થયા હતાં. લગ્નના થોડા દિવસ સુધી તો પતી-પત્ની વચ્ચે બહુ પ્રેમ હતો. પણ પછી જે બન્યું તેણે આ સંબંધોને છિન્ન-ભીન્ન કરી નાખ્યા.

પરિવારજનો અનુસાર, ઉતમ મંડલના ઘરે આવેલ એક સગા સાથે સપનાની આંખો મળી ગઇ અને પછી વાત પ્રેમ સંબંધ સુધી પહોંચી ગઇ. આની ગંધ જયારે પતી ઉત્તમને આવી તો તેમણે કેટલીય વાર આ સંબંધનો વિરોધ કર્યો, પણ સપના એમ થોડી માને તેમ હતી. દિવસો વીતવાની સાથે આ દંપતીને બે બાળકો પણ થયા તેમ છતાં સપનાના દિલમાં પેલા યુવકનો પ્રેમ વધતો ગયો.

Read About Weather here

પીયર અને સાસરીયાઓના બહુ સમજાવવા છતાં પણ સપના ન માની. અંતે ઉતમ મંડલે સપનાને તેના પ્રેમી સાથે લગ્ન કરવા સંમતિ આપી. ઉતમ પોતાના જ સગા રાજૂકુમાર સાથે પોતાની પત્ની સપનાના લગ્ન પરિવારજનોની હાજરીમાં સુલતાન ગંજના બડી દૃુર્ગા મંદિરમાં કરાવી દીધા. લગ્ન પત્યા પછી નવદંપતિએ ઉતમ મંડળના પણ આશીર્વાદ લીધા. ઉતમે પણ તેમને સુખી દાંપત્ય જીવનના આશીર્વાદ આપ્યા. રોતા-રોતા તેણે બસ એટલું કહયું કે જોડી તો ઉપરવાળો બનાવે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here