પંજાબ સરકારે બજેટમાં ૧.૧૩ લાખ ખેડૂતોની લોન માફ કરી

કર્મચારીઓ,ખેડૂતો,મહિલાઓને ખુશ કરવાનો પ્રયાસ

પંજાબ સરકારે બજેટમાં કર્મચારીઓ, ખેડૂતો અને મહિલાઓને ખુશ કરવાનો પ્રયાસ કર્યો છે. પંજાબ સરકારે બજેટમાં ૧.૧૩ લાખ ખેડૂતોનું ૧૧૮૬ કરોડ રૂપિયાનું દેવું માફ કરવાની જાહેરાત કરી છે. સાથે જ જમીનવિહોણા ખેડૂતોની વર્ષ ૨૦૨૧-૨૨માં ૫૨૬ કરોડ રૂપિયાની લોન માફ કરાશે.

બજેટમાં સરકારે મહિલાઓને પણ ભેટ આપી છે. મહિલાઓ માટે રાજ્ય સરકારે બસોમાં મત યાત્રાની સુવિદ્યા આપી છે. સાથે જ સરકારી કર્મચારીઓની માંગ પર ૧ જુલાઇથી છઠ્ઠું પગાર પંચ લાગુ થશે. પટિયાલાની સરકારી મેડિકલ કોલેજ માટે ૯૨ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. જ્યારે ધોરણ ૧૨ના વિદ્યાર્થીઓને સ્માર્ટફોન આપવા માટે ૧૦૦ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.

ઉપરાંત વૃદ્ધ પેન્શન વધારીને ૧૫૦૦ રૂપિયા કરવામાં આવ્યું છે. સ્વતંત્રતા સેનાનીઓનું પેન્શન વધારીને ૯૪૦૦ રૂપિયા કરવામાં આવ્યું છે. જ્યારે ખેડૂતો માટે મત વિજળી સબસિડી રૂપે ૭૧૮૦ કરોડ રૂપિયાની વ્યવસ્થા કરવામાં આવી છે. સરકારે ખેડૂતો માટે કામયાબ કિસાન, ખુશહાલ પંજાબ યોજનાની શરૂઆત કરી છે. આ યોજના હેઠળ ફાજિલ્કામાં શાકભાજી માટે શ્રેષ્ઠતા કેન્દ્ર, અમૃતસરમાં બાગાયતી સંશોધન માટે અનુસ્નાતક સંસ્થા અને ખેડૂતોને મોબાઇલ વેન્ડિંગ ગાડીઓ આપવામાં આવશે.

પંજાબ સરકારે બે નવી મેડિકલ કોલેજ અને હોસ્પિટલની જાહેરાત કરી છે. આ બન્ને ૬૫૦ કરોડના ખર્ચે કપૂરથલા અને હોશિયારપુરમાં બનશે. અમૃતસરની સરકારી મેડિકલ કોલેજમાં વિરોલોજી સેન્ટરની શરૂઆત થશે અને મોહાલીમાં નેશનલ ઇન્સ્ટીટ્યૂટ ઓફ વિરોલોજી બનાવવામાં આવશે.