‘ના જવાન, ના કિસાન, મોદી’ સરકાર માટે ૩-૪ ઉદ્યોગપતિ મિત્ર જ ભગવાન

કોંગ્રેસમાં એક પરીવાર એક ટિકિટના નિયમનું પુનરાગમન??
કોંગ્રેસમાં એક પરીવાર એક ટિકિટના નિયમનું પુનરાગમન??

રાહુલ ગાંધીના મોદી સરકાર પર પ્રહાર

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી સતત ટ્વીટરન માધ્યમથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સરકાર પર હુમલો કરતા રહે છે. તાજેતરમાં ફરી એક વખત તેમણે ટ્વીટરના માધ્યમથી બજેટ મામલે મોદૃી સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે ટ્વીટમાં લખ્યું હતું કે, ’બજેટમાં સૈનિકોના પેન્શન પર કાપ, ના જવાન, ના કિસાન, મોદી સરકાર માટે ૩-૪ ઉદ્યોગપતિ મિત્ર જ ભગવાન!’

અગાઉ પણ રાહુલ ગાંધીએ ટ્વીટમાં વડાપ્રધાન મોદીના નામનો ઉલ્લેખ કર્યા વગર તેમના પર નિશાન સાધ્યું હતું અને તેમની તુલના તાનાશાહો સાથે કરી હતી. તેમણે ટ્વીટમાં સવાલ કર્યો હતો કે, આખરે શા માટે ઘણા બધા તાનાશાહોના નામ ’એમ’થી ચાલુ થાય છે. આ સાથે જ તેમણે કેટલાક પ્રમુખ તાનાશાહોના નામ પણ લખ્યા હતા જેમાં માર્કોસ, મુસોલિની, મિલોસેવી, મુબારક, મોબુતુ, મુશર્રફ, માઈકોમ્બરોનો સમાવેશ થાય છે. આ અંગે ભાજપે ખૂબ જ આકરી પ્રતિક્રિયા આપી હતી અને મોતીલાલ નેહરૂનું નામ પણ એમથી શરૂ થાય છે તે ભૂલી ગયા એવો કટાક્ષ કર્યો હતો.