નાગેશ્વર પાસે બે ATM માથી રૂ.16 લાખથી વધુની ચોરી

નાગેશ્વર પાસે બે ATM માથી રૂ.16 લાખથી વધુની ચોરી
નાગેશ્વર પાસે બે ATM માથી રૂ.16 લાખથી વધુની ચોરી

સિક્યુરિટી ગુમ થતાં જ ચાર થી પાંચ તસ્કરોએ CCTV પર કાળો સ્પ્રે છાંટયા બાદ ગેસ કટરથી ATM કાપ્યા, પોલીસ દોડી ગઈ

શહેરના જામનગર રોડ પર નાગેશ્વર સોસાયટીમાં ચોકીદાર વગરના બે એટીએમમાં ત્રાટકી તસ્કર ટોળકી ગેસ કટરથી એ.ટી.એમ કાપી અંદાજીત રૂ. ૧૬ લાખથી વધુની રોકડ ચોરી નાશી છુટ્ટા ખળભળાટ મચી જવા પામ્યો છે. ગાંધીગ્રામ પોલોસ અને ક્રાઈમ બ્રાંચની ટીમે ઘટના સ્થળે દોડી જઇ સીસીટીવી ફુટેજના આધારે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.

Subscribe Saurashtra Kranti here

પ્રાપ્ત વિગતો મુજબ જામનગર રોડ પર નાગેશ્વર સોસાયટીમાં ત્રાટકેલા ચોરટાઓ અલગ અલગ બેં બેંકના ATM ગેસ કટરથી કાપીને એકમાંથી ૧૨ લાખની રોકડ અને બીજામાંથી ૩.૫ લાખની રોકડ ચોરી જતાં સનસનાટી મચી ગઇ છે. બનાવ અંગેની જાણ થતાં ગાંધીગ્રામ પીઆઇ કે. એ. વાળા, પીએસઆઇ જે. જી. રાણા, હીરાભાઇ રબારી અને ડી. સ્ટાફની ટીમો તથા ક્રાઇમ બ્રાંચની ટીમોએ પહોંચી તપાસ શરૂ કરી છે. સીસીટીવી ફુટેજમાં આધારે જુદા જુદા સ્થળો પર વાહનચેકિંગ કરવા પણ સૂચનો આપી દેવામાં આવ્યા છે.

Read About Weather here

વહેલી સવારે એટીએમના સીસીટીવી કેમેરા પર કાળો સ્પ્રે મારી દીધા બાદ ગેસ કટરથી બંને ATMને કાપીને ચોરી ચારથી પાંચ તસ્કરો દ્વારા ચોરી કરવામાં આવી છે. જેમાં એક્સીસ બેંકમાંથી ૧૨ લાખ રૂપિયાઅને સેન્ટ્રલ બેંકના એટીએમમાંથી ૩૫ લાખ રૂપિયાની ચોરી થઇ છે. પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવવા અને આરોપીઓને શોધી કાઢવા દોડધામ આદરી છે. નોંધનીય છે કે હજુ ચાર દિવસ પહેલા ત્રિશુલ ચોકમાં એટીએમમાં ઘુસી ચોરીનો પ્રયાસ કરનારને એક તરફ ક્રાઇમ બ્રાંચે પકડી લીધો છે તો બીજી તરફ બબ્બે એટીએમ તોડી ૧૬ લાખની ચોરી કરી જવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here