નવા કૃષિ કાયદાથી એક પણ ખેડૂતની જમીન છીનવાશે તો હું રાજીનામું આપી દઇશ: સંજીવ બાલિયાન

કેન્દ્રીયમંત્રી અને ઉત્તર પ્રદેશના મુઝફરનગર જિલ્લાના સાંસદ સંજીવ બાલિયાન વિપક્ષની આડેહાથ લેતા એક મોટું નિવેદન આપ્યું છે. બાલિયાને ખેડૂતોને ખાતરી આપી હતી કે જો જમીન તેમની પાસેથી છીનવી લેવામાં આવે તો તેઓ પોતાના પદ પરથી દેશે.

મુઝફરનગરમાં હિન્દુ મઝદુર કિસાન સંગઠન દ્વારા આયોજિત કિસાન મઝદૃુર સંમેલનમાં બાલિયાને કહૃાું કે જો નવા કૃષિ કાયદાને કારણે કોઈ પણ ખેડૂતની જમીનનો ટુકડો ઉદ્યોગપતિના હાથમાં જાય તો તે પહેલા પોતાનું પદ છોડશે.

હકીકતમાં, વિપક્ષ સતત આરોપ લગાવી રહૃાો છે કે નવા કૃષિ કાયદાને કારણે ખેડૂતોને તેમની જમીન ગુમાવવી પડશે અને સંજીવ બાલિયાનનું તાજેતરનું નિવેદન પણ આ જ સંદર્ભમાં જોવા મળી રહૃાું છે. બાલિયનના કહેવા મુજબ આ અંગે મૂંઝવણ ફેલાવવા ખેડૂત નેતાઓ અને વિરોધી પક્ષો દ્વારા પ્રયાસો કરવામાં આવી રહૃાા છે. સંજીવ બાલિયનના જણાવ્યા મુજબ, તેઓ ગામડે ગામડે ફરતા હોય છે અને ખેડુતોને કૃષિ કાયદાઓ વિશે માહિતગાર કરે છે, જેથી નવા કૃષિ કાયદા અંગેની મૂંઝવણ દૃૂર થાય.

સંજીવે વધુમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે, ખેડૂતોને લગતા વાસ્તવિક મુદ્દાઓ પર ચર્ચા થવી જોઈએ. તેમણે સ્પષ્ટ કહૃાું હતું કે તેઓ શેરડીના ભાવ અને વીજળીના ભાવમાં ઘટાડો કરવાના પક્ષમાં છે અને સમયાંતરે સરકારને ખેડૂતોની સમસ્યાથી વાકેફ રાખે છે.