દેશમાં એક‘દિમાં 10 લાખથી વધુ લોકોનું રસીકરણ

કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયનું ટ્વીટ, ગુરૂવારે 10 લાખ 93 હજાર લોકોને રસી અપાઇ, નવો વિક્રમ

વિશ્ર્વના 47 દેશોને વેક્સિનના ડોઝ મોકલાયા, અનેક રાષ્ટ્ર પ્રમુખો તેમજ વડાપ્રધાનોએ વડાપ્રધાન મોદીની ઉદારતાના ભરપુર વખાણ કર્યા

દેશમાં કોરોના મહામારીના એકાએક બેકાબુ બની રહેલા સંક્રમણને અટકાવવા માટે કેન્દ્ર અને રાજય સરકારો દ્વારા યુધ્ધના ધોરણે પગલા લેવામાં આવી રહયા છે અને રસીકરણની કામગીરીને વેગ વાન બનાવી દેવામાં આવી છે. ગુરૂવારે એક જ દિવસમાં 10 લાખથી વધુ નાગરિકોને વેક્સિન આપવાનો વિક્રમ સ્થાપવામાં આવ્યો છે.

કેન્દ્રના આરોગ્ય મંત્રાલય દ્વારા ટ્વીટ મારફત જાહેર કરવામાં આવ્યું હતું કે, ગુરૂવારે 10 લાખ 93 હજારથી વધુ નાગરિકોનું કોવિડ રસીકરણ કરવામાં આવ્યું હતું. દેશભરમાં અત્યાર સુધીમાં કુલ 1 કરોડ 77 લાખ નાગરિકોને રસી આપવામાં આવી છે. કુલ 30.92 લાખ આરોગ્ય કર્મીઓએ વેક્સિનનો બીજો ડોઝ પણ લઇ લીધો છે. કુલ 60.22 લાખ કોરોના યોધ્ધાઓએ વેક્સિનનો પહેલો ડોઝ લઇ લીધો છે. દરમ્યાન વિશ્ર્વના 47 દેશોને ભારતે કોવિડ વેક્સિનના ડોઝ પુરા પાડયા છે. જેના કારણે અનેક દેશોના વડાઓએ વડાપ્રધાન મોદીની ભરપુર પ્રસંસા કરી હતી અને એમનો ખુબ ખુબ આભાર માન્યો હતો. ભારતે અત્યાર સુધીમાં 47 દેશોને વેક્સિનના 4.64 કરોડ ડોઝ મોકલાવ્યા છે. જેમાંથી 71.25 લાખ ડોઝ ભેટ રૂપે આપ્યા છે. જયારે 3.93 કરોડ ડોઝ વેંચાતા આપ્યા છે. આફ્રીકાથી માંડીને વેસ્ટેન્ડીઝના ટાપુ દેશો તથા કેનેડા, બ્રાઝીલ, મેકસીકો, અમેરીકા જેવા દેશો અને ભારતના પડોશી અફઘાનીસ્તાન, માલદીવ, નેપાળ અને બાંગ્લા દેશને કોરોના રસીના ડોઝ મોકલવામાં આવ્યા છે. વેસ્ટેન્ડીઝના ટાપુ દેશએન્ટીગ્વાના વડાપ્રધાન ગેસ્ટન બ્રાઉને વડાપ્રધાન મોદીની ઉદારતા, સખાવત અને સહાનુભુતીની પ્રસંસા કરી હતી. જયારે બારબાડોઝના વડાપ્રધાન મીઆ એબોર મોટલીએતો એવું જણાવ્યું હતું કે, વિશ્ર્વાના દેશોને અણીના સમયે વેક્સિન મૈત્રી મારફત મદદ મોકલનાર આવો નેતા છેલ્લા 100 વર્ષમાં જોવા મળ્યો નથી. વડાપ્રધાને અમારા 40 હજાર લોકો માટે તાત્કાલીક રસી મોકલી આપી હતી. એમની ઉદારતા અને મદદ બદલ આભાર. મેકિસીકો, બ્રાઝીલ અને કેનેડા જેવા દેશો એ તો વડાપ્રધાનનો આભાર માનતા ઠરાવ પસાર કર્યા છે.