દિૃલ્હીને ૨.૭૪ લાખ કોરોના વેક્સિનને ડાઝ મળ્યા: મુખ્યમંત્રી કેજરીવાલ

દિલ્હીમાં યેલો એલર્ટ લાગુ...!
દિલ્હીમાં યેલો એલર્ટ લાગુ...!

અઠવાડિયામા ૪ દિવસ થશે રસીકરણ

સમગ્ર દેશમા કોરોના વાઇરસના સંક્રમણથી બચવા માટે રસીકરણના અભિયાનની તૈયારી કરવામા આવી રહી છે. દેશની રાજધાની દિલ્હીમા રસીકરણની યોજનાની તૈયારી થઇ ગઇ છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ૧૪ જાન્યુઆરીએ જણાવ્યુ કે અત્યારે દિલ્હીના ૮૧ સેન્ટર પર કોરોના વેક્સિન લગાવવામા આવશે. શરૂઆતમા દરેક સેન્ટર પર ૧૦૦ લોકોને રસી લગાવવામા આવશે.

આવનારા કેટલાક દિવસોમા ૧૭૫ ફરી ૧૦૦૦ સેન્ટર પર કોરોના વેક્સિનેશનનો કાર્યક્રમ ચાલુ કરવામા આવશે. કેન્દ્રએ કોરોના વેક્સિનના ૨,૭૪,૦૦૦ ડોઝ મળવાની વાત કરી છે. સાથે તેમણે કહૃાુ કે કોરોનાની રસી અઠવાડિયાના ૪ દિવસ એટલે કે સોમવાર, મંગળવાર, ગુરૂવાર અને શનિવારે લગાવવામા આવશે. જેની શરૂઆત જાન્યુઆરીથી થશે.

હજુ સુધી અમને કેન્દ્ર પાસેથી વેક્સિનના ૨,૭૪,૦૦૦ ડોઝ મળ્યા છે. પ્રત્યેક વ્યક્તિને બે ડોઝ આપવામા આવશે. તેમણે કહૃાુ કે, અમને ૧૦% એક્સ્ટ્રા ડોઝ મળ્યા છે. એવામા ૨,૭૪,૦૦૦ ડોઝ લગભગ ૧,૨૦,૦૦૦ સ્વાસ્થ્ય કર્મચારીઓ માટે પર્યાપ્ત છે.

ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી કે, કોરોના રસીકરણ અભિયાનના પહેલા સ્ટેજમા ત્રણ કરોડ લોકો, સ્વાસ્થ્ય કર્મચારીઓ અને ફ્રન્ટ લાઇનના કર્મચારીઓના રસીકરણનો ખર્ચ કેન્દ્ર સરકાર ભોગવશે. સાથે જ તેમણે સ્પષ્ટ કર્યુ કે આ સ્ટેજમા જનપ્રતિનિધિઓનો સમાવેશ કરવામા નહીં આવે.