દવાની કંપની દ્વારા મોટું કૌભાંડ !

દવાની કંપની દ્વારા મોટું કૌભાંડ !
દવાની કંપની દ્વારા મોટું કૌભાંડ !

કેટલાક મુસાફરો પણ હવે આ કંપની પર કોર્ટમાં કેસ કરીને યાત્રી દીઠ ૧૦૦ કરોડ રૂપિયાનુ વળતર માંગવાના મૂડમાં છે

ઈસ્ટ એશિયાના દેશ ઈન્ડોનેશિયામાં બહાર આવેલા એક કિસ્સામાં એક દવા કંપની,

કોરોના સંક્રમણની વચ્ચે માનવતાને નેવે મુકીને દર્દીઓને લૂંટનારા લેભાગુઓ ભારતમાં જ છે તેવું નથી. બીજા દેશોમાં પણ લોકોની લાચારીનો ઉપયોગ પૈસા રળવા માટે થઈ રહૃાો છે. ઈસ્ટ એશિયાના દેશ ઈન્ડોનેશિયામાં બહાર આવેલા એક કિસ્સામાં એક દવા કંપનીના સંખ્યાબંધ કર્મચારીઓએ કોરોના માટે ઉપયોગમાં લેવાયેલી ટેસ્ટીંગ કીટને ધોઈને ફરી વેચી છે. પોલીસનું કહેવું છે કે, આ છેતરપીંડીનો શિકાર એરપોર્ટ પર ઓછામાં ઓછા ૯૦૦ લોકો થયા છે. આ માટે સરકારી કંપની સામે કેસ કરવામાં આવ્યો છે.

Subscribe Saurashtra Kranti here

ભારત સહિત ઘણા દેશોમાં નાકમાંથી સ્વેબ લઈને ટેસ્ટીંગ કરવામાં આવતું હોય છે. આ માટે રેપિડ એન્ટીજન ટેસ્ટ કિટનો ઉપયોગ થાય છે. પોલીસનુ કહેવું છે કે, ઈન્ડોનેશિયાના ઉત્તરી સુમાત્રા ખાતે આવેલા કુઆલાનામૂ એરપોર્ટ પર વપરાયેલી કિટોને ફરી ઉપયોગમાં લઈને ટેસ્ટ કરવાનું કૌભાંડ ચાલતું હતું.

Read About Weather here

ઈન્ડોનેશિયામાં વિમાની મુસાફરી કરનારા માટે ટેસ્ટીંગ જરૂરી છે. આ માટે એરપોર્ટ પર વ્યવસ્થા કરવામાં આવી છે. કુઆલાનામૂ એરપોર્ટ પર ટેસ્ટીંગ કરનારા પાંચ કર્મચારીઓ અને મેનેજરની ધરપકડ કરાઈ છે. એવી આશંકા છે કે, તેમણે વપરાયેલી કિટનો ઉપયોગ કરીને તેનો ફરી ઉપયોગ કર્યો હતો. પોલીસે આ મામલામાં ૨૩ લોકોના નિવેદન નોંધ્યા છે. વપરાયેલી કિટનો ઉપયોગ કરીને આ ટોળકીએ લગભગ એકાદ કરોડ રુપિયાની કમાણી કરી હોવાનુ મનાઈ રહૃાું છે. દરમિયાન કેટલાક મુસાફરો પણ હવે આ કંપની પર કોર્ટમાં કેસ કરીને યાત્રી દીઠ ૧૦૦ કરોડ રૂપિયાનુ વળતર માંગવાના મૂડમાં છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here