તળાવ સૂકાઈ જતા મળી આવ્યો આઈફોન 11 પ્રો મેક્સ!!!

આઈફોન
આઈફોન

માલિકે કહ્યું, ‘મેં તો આઈફોનની આશા ખોઈ દીધી હતી, આ એક ચમત્કાર છે’

લેકની દેખરેખ રાખતા કર્મચારીએ માલિકને આઈફોન કર્યો

Subscribe Saurashtra Kranti here

મોંઘી વસ્તુ ખોવાઈ જતા દરેકને દુઃખ થાય છે. ઘણા સમય સુધી જીવ પણ બળે છે, પણ અચાનક આ જ વસ્તુ મળી જાય તો? તાઈવાનમાં એક નસીબદાર વ્યક્તિ સાથે આ ઘટના હકીકતમાં બની છે. 1 વર્ષ પહેલાં ખોવાઈ ગયેલો આઈફોન મળી જતા તેની ખુશીનો પાર ના રહ્યો.

હાલ તાઈવાનમાં પાણીની તંગી વર્તાઈ રહી છે. નદીઓમાંથી પાણી સૂકાઈ રહ્યું છે. આ દરમિયાન દેશના આઇકોનિક લેકમાંના એક એવા સન મૂન લેકનું પાણી પણ સૂકાઈ ગયું છે. એક સમયે આ તળાવ પાણીથી છલોછલ ભરેલું રહેતું હતું પણ હાલ તેમાં કીચડ છે. આ ઘટના શેન નામનાં વ્યક્તિ માટે લકી સાબિત થઈ છે.

શેન આશરે 1 વર્ષ પહેલાં સન મૂન લેક ફરવા આવ્યો હતો અને અહિયાં ભૂલથી તેનો ફોન તળાવમાં પડી ગયો હતો. આઇફોન 11 પ્રો મેક્સ પરત મળશે તેવી કોઈ આશા નહોતી. ગયા અઠવાડિયે શેનને લેકનું ધ્યાન રાખતા કર્મચારીનો ફોન આવ્યો અને તેનો આઇફોન મળ્યાની વાત કહી. શરુઆતમાં તો શેનને આ વાત એક સપના જેવી લાગી. નવાઈની વાત એ હતી કે આઇફોન ચાલુ કન્ડિશનમાં હતો.

Read About Weather here

એક વર્ષ સુધી તળાવમાં રહેવા છતાં આઈફોન બગડ્યો નહિ. શેને ખુશ થઇને આ સ્ટોરી ફેસબુક પર શેર કરી છે. શેન માટે આ ઘટના કોઈ ચમત્કારથી ઓછી નથી. શેન તેના ઘરે આઈફોન લઇ આવ્યો. તે પહેલાંની જેમ જ કામ કરતો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here