જોલીએલએલબી-થ્રીમાં અક્ષય અને અરશદ હવે સહકલાકાર

જોલીએલએલબી-થ્રીમાં અક્ષય અને અરશદ હવે સહકલાકાર
જોલીએલએલબી-થ્રીમાં અક્ષય અને અરશદ હવે સહકલાકાર

 કોર્ટ રુમ ડ્રામા ફ્રેન્ચાઈઝી ‘જોલી એલએલબી’નો પહેલો ભાગ હિટ થયા બાદ બીજા ભાગમાં અક્ષય કુમારે અરશદ વરસીની ભૂમિકા આંચકી લીધી હતી. તે વખતે અક્ષય કુમારનો ચઢતો સિતારો હતો. હવે અક્ષયે ત્રીજા ભાગમાં આ ફિલ્મમાં અરશદ વરસીના સહકલાકાર તરીકેની ભૂમિકા સ્વીકારી લીધી છે. 

અરશદ વરસીની એક્ટિંગના બહુ વખાણ થયાં હતાં. પરંતુ, તેની પાસે અક્ષય જેવો સ્ટાર પાવર નહીં હોવાથી બીજા ભાગમાંથી તેનું પતું કપાઈ ગયું હતું. તે વખતે કન્ટેન્ટ નહીં પણ સ્ટાર ચાલે છે તેવી સૌની માન્યતા હતી અને ત્યારે અક્ષયના નામના સિક્કા પડતા હતા. 

જોકે, ઓટીટી આવ્યા બાદ ઉથલપાથલ થઈ ગઈ છે. હવે કન્ટેન્ટ ચાલે છે  અને અરશદ વરસી ‘અસૂર’ના બંને ભાગની પ્રશંસા સાથે કારકિર્દીમાં આગળ વધી ગયો છે. તેની સામે છેલ્લાં એક વર્ષથી અક્ષયની મોટાભાગની ફિલ્મો સુપરફલોપ સાબિત થઈ છે. 

આથી અક્ષયે ‘જોલી એલએલબી’ના ત્રીજા ભાગમાં અરશદ વરસી સાથે સ્ક્રીન શેર કરવાનું સ્વીકારી લીધું છે.