જળ સંસાધન મંત્રીનો મહિલા સાથે શારીરિક સંબંધો બાંધતો સેક્સ વીડિયો વાયરલ

સેક્સ સીડીથી કર્ણાટકમાં રાજકીય બબાલ, મંત્રી રમેશ જારકિહોલીએ આપ્યું રાજીનામું

કર્ણાટકમાં એક સેક્સ સ્કેંડલ સામે આવતા રાજકીય ગરમાવો આવી ગયો છે. કર્ણાટકના જળ સંસાધન મંત્રી રમેશ જારકીહોલી પર કથિત યૌન શોષણનો આરોપ લાગ્યો છે. એક સીડીમાં કથિત રીતે મંત્રી એક મહિલા સાથે શારીરિક સંબંધો બાંધતા નજરે પડે છે. જારકીહોલીએ આ વીડિયોને બનાવટી ગણાવ્યો છે.

સેક્સ સીડી ના આરોપોમાં ઘેરાયેલા કર્ણાટકના મંત્રી રમેશ જારકીહોલીએ રાજ્યના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાને પોતાનું રાજીનામુ સોંપી દીધુ છે.

અન્ય એક સામાજીક કાર્યકર્તા દિનેશ કલ્લહલ્લીએ આ મામલે બેંગલુરૂ શહેરના પોલીસ કમિશ્ર્નર પાસે ફરિયાદ નોંધાવી છે અને પીડિતા માટે સુરક્ષાની માંગણી કરી છે. કર્ણાટકમાં ભારતીય જનતા પાર્ટીની બીએસ યેદિયુરપ્પા સરકારની સામે સંકટ ઊભું થયું છે. રાજ્યના જળ સંસાધન મંત્રી રમેશ જારકીહોલી અને એક અજ્ઞાત મહિલાનો વીડિયો સામે આવ્યો છે, જેને ટીવી ચેનલો પર દર્શાવવામાં આવી રહૃાો હતો. આ બાબતે સોશિયલ એક્ટિવિસ્ટ દિનેશ કાલાહલ્લીએ બેંગલુરુના કબ્બન પાર્ક પોલીસમાં ફરિયાદ નોંધાવી. ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો કે વીડિયો ક્લિપમાં મંત્રી કથિત રીતે નોકરી અપાવવાના નામે મહિલાનું શોષણ કરવાનો પ્રયાસ કરી રહૃાા છે. એક અંગ્રેજી અખબાર અનુસાર પોલીસે અત્યાર સુધી ઔપચારિક મામલો નથી નોંધ્યો. ડેપ્યૂટી કમિશ્ર્નર એમ.એન. અનુચેથે કહૃાું કે હાલ પોલીસ ફરિયાદની હકીકતની તપાસ કરી રહી છે.

કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ આ મામલામાં પાર્ટીના સાથીઓ સાથે બેઠક કરી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે, સરકારે કહૃાું છે કે રમેશનો પક્ષ સાંભળ્યા બાદ તેમનું રાજીનામું માંગી લેવાશે. પ્રાથમિક શિક્ષણ મંત્રી સુરેશ કુમારે કહૃાું હતું કે, પાર્ટીના નેતા આ મામલા પર નિર્ણય લેશે.

જોકે, બીજેપી નેતાઓએ આ મુદ્દા પર કોઈ પ્રતિક્રિયા નથી આપી, તેની સાથોસાથ આરોપી મંત્રી પણ ચૂપ છે. તેમનો ફોન સ્વિચ ઓફ હતો. ૬૦ વર્ષીય રમેશ, યેદિયુરપ્પાના નેતૃત્વવાળી બીજેપી સરકારમાં ઉત્તર કર્ણાટકના બેલગાવી ક્ષેત્રના શક્તિશાળી નેતા છે. તેઓએ વર્ષ ૨૦૧૯માં ૧૭ કૉંગ્રેસ અને જેડીએસના ધારાસભ્યોને તોડવામાં અગત્યની ભૂમિકા નિભાવી હતી. ત્યારબાદ બીજેપીને સરકાર રચવામાં અને જુલાઈ ૨૦૧૯માં સત્તામાં આવવામાં મદદ મળી.