જર્મનીમાં કોરોનાની ત્રીજી લહેરનો કહેર: 18 એપ્રિલ સુધી લંબાવાયું લોકડાઉન

Germany-Corona-જર્મની
Germany-Corona-જર્મની

Subscribe Saurashtra Kranti here

જર્મનીમાં બ્રિટનના કોરોના વાયરસના વેરિયન્ટના કારણે કહેર જોવા મળી રહૃાો છે

કોરોના વાયરસના વધતાં કેસને જોતાં જર્મનીમાં લોકડાઉનને એપ્રિલ મહિના સુધી લંબાવી દેવામાં આવ્યું છે. કોરોના વાયરસના કારણે જર્મનીમાં પરેશાની સતત વધી રહી છે ત્યારે વિશ્ર્વના ઘણા દેશોમાં પાબંધીઓ ફરીથી ચાલુ કરી દેવામાં આવી છે. જર્મનીમાં લોકડાઉન એક મહિના સુધી લંબાવી દેવામાં આવ્યું છે અને સાથે અન્ય પ્રતિબંધો પણ લાગુ કરવામાં આવ્યા છે. મંગળવારે જર્મનીના ચાન્સેલર અંગેલા મર્કેલે દેશના ૧૬ રાજ્યોના ગવર્નર સાથે ચર્ચા કરી હતી અને તે બાદ ૧૮ એપ્રિલ સુધી લોકડાઉન લંબાવી દેવાના આદેશ આપી દેવામાં આવ્યા છે.

નોંધનીય છે કે જર્મનિમાં બ્રિટનના કોરોના વાયરસના વેરિયન્ટના કારણે કહેર જોવા મળી રહૃાો છે. આ વેરિયન્ટના કારણે વધારે લોકોના મોત થઈ રહૃાા છે. જર્મનિમાં અમેરિકાથી પણ વધારે સંક્રમણના કેસ સામે આવી રહૃાા છે ત્યારે હવે વાયરસની ત્રીજી લહેર આ દેશમાં જોવા મળી રહી છે. ચાન્સેલર મર્કેલે કહૃાું કે આપણે એક નવી મહામારીનો સામનો કરી રહૃાા છે. આપણાં દેશમાં એક વાયરસનો નવો વેરિયન્ટ ફેલાઈ રહૃાો છે. આ વેરિયન્ટ વધારે ઘાતક અને લાંબા સમય સુધી સંક્રામક છે. તેથી હવે સમય આવી ગયો છે કે તેજીથી પગલાં ભરવમાં આવે.

Read About Weather here

નોંધનીય છે કે પહેલીથી પાંચમી એપ્રિલ સુધી કડક પ્રતિબંધો લગાવવાના આદેશ આપવામાં આવ્યા છે. પહેલીથી ત્રીજી એપ્રિલ સુધી દરેક સાર્વજનિક સ્થળોને પણ બંધ કરી દેવામાં આવશે તથા પાંચ દિવસ સુધી મોટા ભાગની દૃુકાનોને બંધ રાખવાનમાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here