જયુબીલી ચોકથી ઓવરબ્રીજ સંપૂર્ણ દેખાવા લાગ્યો …!

જયુબીલી ચોકથી ઓવરબ્રીજ સંપૂર્ણ દેખાવા લાગ્યો …!
જયુબીલી ચોકથી ઓવરબ્રીજ સંપૂર્ણ દેખાવા લાગ્યો …!

કોરોના કાળ હળવો પડયા બાદ આ બ્રીજની કામગીરી કમિશ્નર અમિત અરોરાએ ડે-નાઇટ શરૂ કરાવ્યું હતું. જેના પગલે હવે કામ અંતિમ તબકકામાં છે. રાજકોટ મહાનગરની ટ્રાફિક સમસ્યા ઉકેલ લાવનાર ઓવરબ્રીજના પ્રોજેકટના કામ હાલ ગતિમાં છે.

Visit Saurashtra Kranti Homepage here

તેમાં સૌથી પહેલો પ્રોજેકટ સિવિલ હોસ્પિટલ ચોકના થ્રી આર્મ ફલાયઓવરનો પૂર્ણ થવાનો છે.  હોસ્પિટલ ચોકની બરોબર વચ્ચે પીલર ઉભા કરવાનું કામ ધમધમી ઉઠયું છે. અહીં સેન્ટ્રલથી ત્રણે તરફના રસ્તા ઉતરવાના છે. જયુબીલી ચોકથી આ બ્રીજ હવે કેવો બનશે તે દેખાવા લાગ્યું છે. બ્રીજના રસ્તા પરનું કામ શરૂ થઇ ગયું છે.જયુબીલીથી શરૂ કરીને કોઇ વાહન સીધુ જાય એટલે આઇ.પી.મિશન સ્કુલ સુધી ટ્રાફિકનો સામનો કર્યા વગર ઉતરી શકશે.

Read About Weather here

તો જામનગર રોડ તરફ જનારા વાહન ચાલકોને પણ રાહત થઇ જવાની છે. 84 કરોડના ખર્ચે આ બ્રીજનું કામ મંજૂર કરવામાં આવ્યું હતું. પાંચ પૈકી સૌથી પહેલો આ બ્રીજ ખુલ્લો મૂકાવાનો છે. જુલાઇના અંત સુધીમાં આ કામ પુરૂ કરવા તંત્રની તૈયારી છે. નવા બની રહેલા બ્રીજનો જયુબીલી રોડ તરફનો નજારો અને સાઇટ પર ચાલી રહેલી મહત્વની કામગીરી જોવા મળે છે. ઓગષ્ટમાં તો આ બ્રીજનું લોકાર્પણ થઇ જાય તેવી તૈયારી હાલ કરવામાં આવી રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here