ચીન-અમેરિકામાં કોરોના રસીકરણ શરુ,મોદીજી ભારતનો નંબર ક્યારે આવશે?

વડાપ્રધાન મોદીને રાહુલ ગાંધીનો સવાલ


કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કોરોના વેક્સીનને લઈ મોદી સરકાર પર સવાલ ખડા કર્યા છે. દૃુનિયાના કેટલાક દેશોમાં કોરોનાનું સંક્રમણ અટ્કાવવા તેની વેક્સીન આપવાની શરૂ કરી દેવાનો હવાલો આપીને પુછ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જણાવે કે ભારતનો નંબર ક્યારે આવશે?

રાહુલ ગાંધીએ કહૃાું હતું કે, દૃુનિયામાં અત્યાર સુધીમાં ૨૩ લાખ લોકોને કોરોનાની વેક્સીન આપી દેવામાં આવી છે. ચીન-બ્રિટન-અમેરિકા અને રશિયાએ કોરોનાની વેક્સીન આપવાનું શરૂ કરી દીધું છે. મોદીજી જણાવે કે આ વેક્સીન ભારતમાં ક્યારે આવશે?
કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સરકાર પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ ભારતમાં વેક્સીનેશનને લઈને સવાલ પૂછ્યો છે- ‘ભારત કા નંબર કબ આએગા મોદી જી?

રાહુલે એક ટ્વીટ કરીને કહૃાું હતું કે, દૃુનિયામાં ૨૩ લાખ લોકોને કોવિડ વેક્સીન આપવામાં આવી ચૂકી છે. ચીન, અમેરિકા, બ્રિટન, રશિયાએ વેક્સીનેશન શરૂ કરી દીધું છે. ભારતનો નંબર ક્યારે આવશે મોદી જી?