ચક દે ઇન્ડિયા…ભારતીય મહિલા હોકી ટીમે રચ્યો ઈતિહાસ

ચક દે ઇન્ડિયા...ભારતીય મહિલા હોકી ટીમે રચ્યો ઈતિહાસ
ચક દે ઇન્ડિયા...ભારતીય મહિલા હોકી ટીમે રચ્યો ઈતિહાસ

ટોક્યો ઓલિમ્પિકમાં ભારતનાં રમતવીરોએ ભાગ લીધો છે અને ભારતને મેડલ અપાવવા તનતોડ મહેનત કરી રમી પણ રહ્યા છે. ત્યારે ભારતીય મહિલા હોકી ટીમે ટોક્યો ઓલિમ્પિકમાં ઈતિહાસ રચ્યો છે. ઓસ્ટ્રેલીયા સામે જીત મેળવી સેમીફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો. છે. ગત રવિવારે મેન્સ હોકી ટીમે બ્રિટનને હાર આપી સેમીફાઈનલમાં પ્રવેશ મેળવ્યા બાદ હવે મહિલા હોકી ટીમે પણ સેમિફાઈનલમાં પહોંચી ગઈ છે.

Subscribe Saurashtra Kranti here

આગામી બુઘવારે મહિલા હોકી ટીમનો આર્જેન્ટીના સામે મુકાબલો છે. ત્યારે એ જોવાનું રહ્યું કે મેડલ ભારતને નામ થશે કે નહીં. મજબુત મનોબળ સાથે મેદાને ઉતરેલી ટીમે શરૂઆતથી જ ડિફેન્સની સાથે-સાથે એટેકને પણ એટલું જ મહત્વ આપ્યું હતું. ઓસ્ટ્રેલીયાને ૧-૦ થી હરાવી ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી ગયા છે. હોકીની રમતમાં પહેલા ક્વાર્ટર ૦-૦ થી પૂર્ણ થયો. બાદ બીજા ક્વાર્ટરમાં ભારતે એક ગોલ કર્યો.

બાદ ત્રીજા અને ચોથા ક્વાર્ટરમાં ભારતીય મહિલા હોકી ટીમે જોરદાર પ્રદર્શન કરી રમી હતી.ભારતની ગુર્જીત કોરે ૨૨ મિનીટમાં પેનલ્ટી કોર્નરમાં ગોલમાં રૂપાંતરિત કર્યો હતો. જે મેચમાં નોંધાયેલો એક માત્ર ગોલ હતો. ઓસ્ટ્રેલીયા ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ્યું હતું. જયારે ભારતની ટીમે ગ્રુપની સળંગ ત્રણ મેચમાં પરાજય પછી પાછું વળ્યું હતું. ભારતની મહિલા હોકી ટીમમાં ગોલકીપર સવિતાનું મહતમ યોગદાન રહ્યું છે.

Read About Weather here

મેચનાં પ્રથમ ક્વાર્ટરમાં જ ઓસ્ટ્રેલીયાનાં ગોલને અટકાવવા ભારતીય સવિતાએ મેલોનનો પાવર શોટને ગોલ પોસ્ટમાં જતા રોકયો. ભારતીય ટીમની ઝડપી અને આક્રમક ગતિની રમત ઓસ્ટ્રેલીયા માટે કલ્પના બહારની હતી. જેથી તેઓ હતાશ થઇ રક્ષાત્મક શૈલીમાં આવી ગયા હતા. ભારતની મહિલા હોકીની જાબાંજ મહેનતથી સેમી ફાઈનલમાં પહોંચી ગઈ.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here