ગૃહિણીઓ માટે રાહતના સમાચાર…

ગૃહિણીઓ માટે રાહતના સમાચાર…
ગૃહિણીઓ માટે રાહતના સમાચાર…

સિંગતેલના ભાવમાં બે દિવસમાં 40 રૂપિયાનો ઘટાડો

ગૃહિણીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. ખાદ્યતેલના ભાવમાં ઘટાડો થતા ગૃહિણીઓને મોટી રાહત થશે. સિંગલેતના ભાવમાં રૂપિયા 40 અને કપાસિયા તેલના ભાવમાં રૂપિયા 15નો ઘટાડો થયો છે.  સિંગતેલનો નવો ડબ્બો રૂપિયા 2,855થી 2,905માં વેચાયો છે.

જયારે કપાસિયા તેલનો નવો ડબ્બો રૂપિયા 2,450થી 2,500માં વેચાયો છે.  મોંઘવારીના સમયમાં ગૃહિણીઓ અને મધ્યમ વર્ગ ઇચ્છે છે  કે  ખાદ્યતેલનો ભાવ વધારો થોડો  ઓછો થાય તો તેઓ મોંઘવારીમાં પોતાના ઘરનું બજેટ સેટ કરી શકે. 

Visit Saurashtra Kranti Homepage here

નોંધનીય છે કે સાતમ આઠમ પછી સિંગતેલમાં તોતિંગ વધારો થતાંની સાથે જ રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં સિંગતેલના ભાવોમાં એકધારો વધારો ચાલુ રહેતા ગૃહિણીઓમાં દેકારો બોલી ગયો હતો.  સિંગતેલના ડબ્બાનો ભાવ રૂ.2900 ની ઉંચ સપાટીને પાર ગઈ હતો.

સામાન્ય જનતા સતત મોંઘવારીનો સામનો કરવો પડે છે. પેટ્રોલ-ડીઝલ, ગેસ અને શાકભાજીના ભાવોમાં અધધ વધારા પછી ખાદ્યતેલના ભાવોમાં પણ સતત વધારો થતો જઇ રહ્યો છે. મધ્યમ વર્ગના પરિવારોએ હવે ઘર ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે. ત્યારે હવે ખાદ્ય તેલના ભાવમાં ફરી ઉછાળો નોંધાયો હતો અને  26 ઓગસ્ટના રોજ સિંગતેલના ભાવમાં 70 રૂપિયાનો વધારો થયો હતો. જેમાં બે દિવસમાં 40 રૂપિયા જેટલો ઘટાડો નોંધાયો છે.

રાજકોટમાં  સિંગતેલના  ડબ્બાનો ભાવ 3000 રૂપિયા પહોંચ્યો હતો અને બે દિવસ અગાઉ રાજકોટમાં સિંગતેલના ભાવ તેની ઉચ્ચ સપાટીએ બોલાયા હતા.

ત્યારે મોંઘવારીના સમયમાં ગૃહિણીઓ અને મધ્યમ વર્ગ ઇચ્છે છે  કે  ખાદ્યતેલનો ભાવ વધારો થોડો  ઓછો થાય તો તેઓ મોંઘવારીમાં પોતાના ઘરનું બજેટ સેટ કરી શકે.  નોંધનીય છે કે સાતમ આઠમ પછી સિંગતેલમાં તોતિંગ વધારો થયો છે. સિંગતેલમાં ડબ્બાએ 70 રૂપિયાનો ભાવ વધારો ઝીંકાયો છે.

આ ભાવ વધારાની સાથે જ સિંગતેલ ડબ્બાનો ભાવ 3 હજાર રૂપિયાની રેકોર્ડ ઉંચાઈએ પહોંચ્યો હતો  છેલ્લા 15 દિવસમાં સિંગતેલના ભાવમાં 180 રૂપિયાનો વધારો થયો હતો. જેમાં  હવે 40 રૂપિયાની  રાહત થઈ છે.

Read About Weather here

વેપારીઓનું કહેવું છે કે, પાંચ વર્ષમાં આટલા ઉંચા ભાવ જોવા મળ્યા નથી.  વેપારીઓનું કહેવું  છે કે, પુરવઠા વિભાગ દ્વારા તહેવારોના સમયમાં જો ખાદ્યતેલના ભાવમાં અંકુશ રાખવાની કામગીરી કરવામાં આવી હોત તો આ જે પ્રકારના ભાવની અસ્થિરતા છે તે ન જોવા મળત. ફરી એકવાર સિંગતેલના ડબ્બાના ભાવમાં વધારો થતા સામાન્ય માણસ પર તેની અસર થઇ રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here