ગાયે જન્મ આપ્યો 3 આંખવાળા વાછરડાને …!

ગાયે જન્મ આપ્યો 3 આંખવાળા વાછરડાને …!
ગાયે જન્મ આપ્યો 3 આંખવાળા વાછરડાને …!

એક રિપોર્ટ મુજબ રાજનાંદગાંવ જિલ્લાના ગંડઈ ગામમાં એક અવિશ્વનિય ઘટના બની છે.

અહીં એક ગાયે 3 આંખવાળા વાછરડાને જન્મ આપ્યો છે. છત્તીસગઢમાં એક એવી અજીબોગરીબ ઘટના સામે આવી છે. અહીં એક ગાયે 3 આંખવાળા વાછરડાને જન્મ આપ્યો છે. આ બંને આંખવાળા વાછરડાને જોયા બાદ લોકો ખૂબ હેરાન છે.

 આ વાછરડાને જોવા માટે અહીં લોકોની ભારે ભીડ એકત્ર થઈ રહી છે. ઘણા લોકો તો 3 આંખવાળા વાછરડાને ભગવાનનો અવતાર માની બેઠા છે. જોવા માટે આવેલા કેટલાક લોકો વાછરડાની પૂજા પણ કરી રહ્યા છે અને પૈસાઓનો ચડાવો પણ કરી રહ્યા છે.

14 જાન્યુઆરીની સાંજે લગભગ 7 વાગ્યે એક ગાયે વાછરડાને જન્મ આપ્યો હતો.

મકરસંક્રાંતિ હોવાના કારણે લોકોની આસ્થા વાછરડા પ્રત્યે વધુ ગાઢ થઈ ગઈ છે. ગામના લોકોએ એવું પહેલી વખત જોયું એટલે ઘણા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. મોટા ભાગના લોકો તેને ધાર્મિક આસ્થા સાથે જોડી રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

સાવધાનીના પગલાં રૂપે વાછરડાનું ચેકઅપ સ્થાનિક પશુ ચિકિત્સક પાસે કરાવવામાં આવ્યું છે. હાલમાં તો તેને કોઈ પણ પ્રકારની પરેશાની હોવાનું કહેવામાં આવ્યું નથી. વાછરડાના જન્મની ખબર આસપાસ જંગલમાં ફેલાતી આગની જેમ ફેલાઈ ગઈ તો તેને જોવા માટે લોકોની ભીડ ઉમટી રહી છે.

વાછરડાની 3 આંખો હોવાના કારણે તેને ધાર્મિક આસ્થા સાથે પણ જોડવામાં આવી જેના કારણે લોકોએ પૈસા પણ ચડાવ્યા અને પૂજા અર્ચના પણ કરી. જોકે એવું પહેલી વખત થયું નથી જ્યારે આવી ઘટના આપણી સામે આવી હોય.

પશુ પાલક નીરજ ચંદેલનું કહેવું છે કે વાછરડાને જોઈને પણ વિશ્વાસ કરવું મુશ્કેલ થઈ રહ્યું છે. વાછરડાને જોવા માટે આસપાસના ગામના લોકો એકત્ર થઈ રહ્યા છે.

Read About Weather here

આ પહેલા પણ ત્રણ પગ, 3 કાન, બે માથાવાળા પશુઓ જન્મવાની ઘટના સામે આવી ચૂકી છે પરંતુ જ્યારે પણ આવી ઘટના સામે આવે છે તો લોકો તેને ભગવાનનો ચમત્કાર સમજી બેસે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here