ગામડામાં કોરોનાનું સંક્રમણ અટકાવવું મુશ્કેલ?(1)

    VILLAGE-CORONA-MODI
    VILLAGE-CORONA-MODI

    Subscribe Saurashtra Kranti here.

    ગામડામાં કોરોના સંક્રમણ

    કોરોના સંક્રમણ વધતા વડાપ્રધાને તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજી

    કોવિડની ’સેકન્ડ પીક’ને તરત જ રોકવી પડશે, નાના શહેરોમાં ટેસ્ટીંગ વધારવા હાકલ, વડાપ્રધાને વેક્સિન વેસ્ટ મામલે ચિંતા વ્યક્ત કરી

    દેશનાં અનેક રાજ્યોમાં કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બુધવારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજી હતી. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા થયેલી બેઠકમાં પીએમ મોદીએ મુખ્યમંત્રીઓને મહત્વનો સંદેશ આપ્યો હતો. પીએમ મોદી કહૃાું હતું કે, નાના શહેરોમાં કોરોના વાયરસના સંક્રમણને રોકવું જરૂરી છે. આથી નાના શહેરોમાં ટેસ્ટિંગ વધારવું પડશે. કોરોનાની રસીના બગાડને લઈને પણ પીએમ મોદીએ કેટકાલ રાજ્યોને ઠપકો આપ્યો હતો. પીએમ મોદીએ લોકોને ચિંતિત ના થવાની પણ અપીલ કરી હતી.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશમાં કોરોના સંક્રમણની સ્થિતિ અને રસીકરણ અભિયાનની સમીક્ષા કરતા કહૃાું હતું કે, લોકો માટે મુશ્કેલીઓ ઉભી નથી કરવી પરંતુ કોરોનાની વેવને અહીં નહીં રોકીએ તો ચિંતા વધી જશે.
    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રાજ્યના મુખ્યમંત્રીઓની બેઠક યોજી હતી. જેમાં તેમણે કહૃાું હતું કે, દૃુનિયામાં અનેક કોરોના પ્રભાવિત દેશ એવા છે, જ્યાં કોરોનાની અનેક લહેર સામે આવી છે. આપણે ત્યાં પણ કેટલાક રાજ્યોમાં અચાનકથી કેસ વધવા લાગ્યા છે. મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશ જેવા રાજ્યોમાં પોઝિટિવ કેસ વધ્યા છે. જો કોરોનાની આ વેવને અહીં જ રોકવામાં નહીં આવે તો દેશવ્યાપી અસર જોવા મળી શકે છે. PM મોદીએ વધુમાં ઉમેર્યું હતું કે, નાના શહેરોમાં ટેસ્ટિંગ વધારવામાં આવશે. જો કોરોના વાયરસ ગામડાઓમાં ફેલાઈ જશે તો તેને રોકવો મુશ્કેલ બની જશે.

    પ્રધાનમંત્રી મોદીએ કહૃાું હતું કે, કોરોનાના વેક્સીનેશનની ઝડપ વધારવામાં આવી જોઈએ. તેલંગાના-આંધ્ર પ્રદેશ-ઉત્તર પ્રદેશમાં વેક્સીન વેસ્ટના આંકડા ૧૦ ટકા સુધી પહોંચ્યા છે. આમ બિલકુલ થવું ન જોઈએ. દેશમાં આપણે લોકો સરેરાશ ૩૦ લાખ વેક્સીન ડોઝ આપી રહૃાા છે. વેક્સીનના બગાડને રોકવો પડશે.

    PM મોદીએ આ ઉપરાંત કહૃાું હતું કે, ટેસ્ટ-ટ્રેક અને ટ્રીટને ફરીથી ગંભીરતાથી લેવા જોઈએ. ટેસ્ટિંગની સંખ્યાને વધારવી પડશે. RT-PCR ટેસ્ટની સંખ્યા ૭૦ ટકાથી ઉપર લાવવી જોઈએ. કેરળ-ઉત્તર પ્રદેશ-છત્તીસગઢમાં હજી પણ રેપિડ ટેસ્ટિંગ જ કરવામાં આવે છે, જે ચિંતાનો વિષય છે.

    તેમણે ઉમેર્યું હતું કે, હાલ કોરોના પર કાબૂ મેળવવો અત્યંત આવશ્યક છે, નહીંતર સ્થિતિ વણસી શકે તેવી સંભાવનાઓ રહી છે. દેશમાં કોવિડ વેક્સિનેશન સફળતા પૂર્વક ચાલી રહૃાું છે. અત્યારે ભારતમાં કોરોના મહામારીના કારણે મૃત્યુંદર ઘણો ઓછો છે. પરંતુ સ્થિતિની ગંભીરતાને સમજીને કેસોને રોકવા માટે અત્યારથી જ પગલા લેવાની શરૂઆત કરી દેવાનું સૂચન તેમણે કર્યું હતું.

    પીએમ મોદીએ કહૃાું હતું કે, જો આપણે મહામારીના સંક્રમણને નહીં રોકી શકીએ તો તે એક રાષ્ટ્રીય પ્રકોપ જેવી સ્થિતિ પેદા કરી શકે છે. આપણે જેમ બને તેમ જલદી કોરોના વાયરસની બીજી લહેરને રોકવી જોઈએ. આ માટે આપણે ઝડપથી નિર્ણાયક પગલાં લેવાની જરૂર છે. તેમણે વધુમાં કહૃાું કે કોરોના વિરુદ્ધ દેશની લડતને એક વર્ષથી વધુ થઈ રહૃાું છે. ભારતના લોકોએ કોરોના સંક્રમણનો જે પ્રકારે સામનો કરી રહૃાા છે, તેને લોકો ઉદાહરણ તરીકે જોવામાં આવી રહૃાું છે. આજે દેશમાં ૯૫ ટકાથી વધુ કેસ રિકવર થઈ ચૂક્યા છે. મૃત્યુદરમાં પણ ભારત સૌથી ઓછા દરવાળા દેશોમાં છે.

    Read About Weather here

    પીએમ મોદી સાથેની આ બેઠકમાં પશ્ર્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને છત્તીસગઢના CM ભૂપેશ બધેલ આમાં સામેલ થયા નહોતા. પશ્ર્ચિમ બંગાળ સરકાર તરફથી ચીફ સેક્રેટરી ઉપસ્થિત રહૃાાં હતાં. તો છત્તીસગઢ તરફથી રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી ટીએસ સિંહ દેવ ઉપસ્થિત રહૃાાં હતાં.

    Visit Saurashtra Kranti Homepage here

    Read National News : Click Here

    Visit Saurashtra Kranti Homepage here

    Visit Saurashtra Kranti Homepage here