ગાઝિયાબાદમાં સ્મશાન ઘાટની છત પડતાં ભયંકર દુર્ઘટના: ૧૮ લોકોના મોત

૪૦ લોકો દબાયા હોવાની આશંકા, રેસ્ક્યુ ઓપરેશન ચાલુ

ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદમાં એક મોટી દુર્ઘટના સામે આવી છે. ગાઝિયાબાદના એક સ્મશાનમાં છત પડી જતાં લગભગ ૪૦ લોકો દબાયા હોવાની માહિતી મળી રહી છે. જ્યારે ૧૮ લોકોના મોત થયા છે અને ઘણા લોકોને ઇજા પહોંચી હોવાનું જાણવા મળી રહૃાું છે. હાલ રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે.

ગાઝિયાબાદના મુરાદનગર વિસ્તારમાં આવેલા સ્મશાન ઘાટની છત પડતાં અનેક લોકો દબાયા હતા. ઘટનાની જાણ થતાં ગાઝિયાબાદ પોલીસ અને રેસ્કયૂ ઓપરેશન ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

આજે સવારે દિલ્હી એનસીઆરમાં વરસાદ પડી રહૃાો હતો. ત્યારે મુરાદૃનગર સ્થિત સ્મશાનમાં કેટલાક લોકો એક વ્યક્તિના અંતિમ સંસ્કાર કરવા માટે આવ્યા હતા. વરસાદને કારણે કેટલાક લોકો છત નીચે ઉભા હતા, આ દરમિયાન છત પડી હતી. જેમાં લગભગ ૪૦ લોકો દબાઇ ગયા હોવાનું કહેવાય છે. જ્યારે ૧૮ લોકોના મોતનાં સમાચાર મળી રહૃાાં છે. ઉપરાંત ૧૫ લોકોને બહાર કાઢી હોસ્પિટલ ખસેડાયા છે.

ધરાશાયી લેન્ટર મોટું હોવાને લીધે રેસ્ક્યૂ ઓપરેશન માટે ક્રેન બોલાવવામાં આવી છે. જ્યારે વરસાદને કારણે પણ રેસ્ક્યૂમાં મુશ્કેલી પડી રહી છે. હાલ પોલીસ અને એનડીઆરએફની ટીમ દ્વારા બચાવ કામગીરી ચાલુ છે.

વળી, આ દુર્ઘટના પર સીએમ યોગી આદિત્યનાથે સંજ્ઞાન લીધુ છે. સીએમ કાર્યાલય તરફથી કહેવામાં આવ્યુ ગાઝિયાબાદના મુરાદનગરમાં છત પડવાની ઘટનાનુ સંજ્ઞાન લેતા જિલ્લાધિકારી તથા વરિષ્ઠ પોલીસ અધિક્ષકને તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને રાહત તથા બચાવ કાર્ય શરૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. સીએમે કહૃાું ઘટનાથી પ્રભાવિત દરેક વ્યક્તિઓને દરેક સંભવ મદદ પહોંચાડવામાં આવશે, તથા દુર્ઘટનામાં ઘાયલ લોકોની યોગ્ય સારવાર કરવામાં આવશે.