ખેડૂતો સાથે ગુનેગારો જેવો વ્યવહાર, સરકાર ત્રણેય કૃષિ કાયદા જલ્દી પરત લે

રાહુલજી, અમારો સાદ સાંભળો
રાહુલજી, અમારો સાદ સાંભળો

ખેડૂતોને લાલ કિલ્લામાં કોણે ઘુસવા દીધા, ગૃહમંત્રીને પૂછો: રાહુલ ગાંધી

કૃષિ કાયદાના વિરોધમાં ૨૬ જાન્યુઆરીએ થયેલી હિંસા તેમજ સિંધુ બોર્ડર પર ખેડૂતો પર થયેલા હુમલાને લઇ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદ કરી હતી. રાહુલ ગાંધીએ કહૃાુ કે, ખેડૂતો સાથે ગુનેગારો જેવો વ્યવહાર કરવામાં આવ્યો છે, ખેડૂતો વિરૂદ્ધ એનઆઇએનો ઉપયોગ કરવામાં આવ્યો, સરકાર ત્રણેય કૃષિ કાયદાને જલ્દી પરત લે.

રાહુલ ગાંધીએ કહૃાુ કે ખેડૂતોના આંદૃોલન સાથે શું ચાલી રહૃાુ છે, તમે જાણો છો. ખેડૂતોને મારવામાં આવી રહૃાા છે, તેમણે ડરાવવામાં આવી રહૃાા છે, આપણે બધા જાણીયે છીએ કે શું ચાલી રહૃાુ છે. પ્રથમ કાયદો મંડી વ્યવસ્થાને ખતમ કરી દૃેશે. બીજો કાયદૃો કૃષિ વ્યવસ્થાને ખતમ કરી દેશે, જેનાથી સૌથી મોટા ઉદ્યોગપતિ જેટલુ પણ અનાજ જમા કરવા ઇચ્છે તે કરી શકે છે, જેનાથી ખેડૂત ભાવને નેગોશિયટ નથી કરી શકતો. ત્રીજો કાયદો એ છે કે ખેડૂત આ મામલે કોર્ટમાં નથી જઇ શકતા. આ પુરી રીતે ક્રિમિનલ એક્ટ છે, જેને પરત લેવા જોઇએ. અમે ઇચ્છીએ છીએ કે ખેડૂતો સાથે વાતચીત કરી સમાધાન કાઢવુ જોઇએ.

પ્રજાસત્તાક દિવસે લાલ કિલ્લા પર થયેલા પ્રદર્શન પર રાહુલ ગાંધીએ કહૃાુ, લાલ કિલ્લામાં લોકોને પરવાનગી કેમ આપવામાં આવી? તેમણે કેમ રોકવામાં ના આવ્યા?

ગૃહમંત્રીને પૂછો કે ઉદ્દેશ્ય શું હતો, તે લોકોને પરિસર અંદર જવા દેવાનો. રાહુલ ગાંધીએ કહૃાુ કે, આ આંદૃોલન હવે શહેરથી ગામ તરફ જશે. હું ખેડૂતો સાથે છું. વડાપ્રધાન એમ ના વિચારે કે આ આંદોલન અહી જ ખતમ થઇ જશે.

મહત્વપૂર્ણ છે કે પ્રજાસત્તાક દિવસે ખેડૂતોએ ટ્રેક્ટર રેલી કાઢી હતી. આ દરમિયાન કેટલીક જગ્યાએ હિંસાની ઘટના બની હતી. પ્રદર્શનકારીઓએ લાલ કિલ્લામાં એક ધ્વજ ફરકાવ્યો હતો.