ખટ્ટર સરકાર પર ઘેરાયા સંકટના વાદળો, ચૌટાલાની શાખ પર સટ્ટો

ખેડૂત આંદોલન વચ્ચે હરિયાણામાં શુક્રવારથી શરૂ થઇ રહેલ વિધાનસભાના બજેટ સત્રમાં કોંગ્રેસે ખટ્ટર સરકારને ઘેરવાની રણનીતિ તૈયાર કરી લીધી છે. ૧૨ દિવસ સુધી ચાલનાર આ બજેટ સત્ર હંગામેદાર રહેશે તેમ જણાઈ રહૃાું છે. બજેટ સત્રના પહેલા જ દિવસે જ ખેડૂતોના મુદ્દે સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે ટક્કર થશે તે નક્કી છે. રાજ્યપાલ સત્યદેવ નારાયણ આર્યના અભિભાષણ બાદ વિપક્ષના નેતા ભુપેન્દ્ર સિંહ હુડ્ડા ભાજપ-જેજેપી ગઠબંધન સરકારના વિરોધમાં અવિશ્ર્વાસ પ્રસ્તાવ લાવવાની જાહેરાત કરી દીધી છે. વિઘાનસભા સત્ર દરમ્યાન પૂર્વ સીએમ ભૂપેન્દ્ર હુડ્ડાના નેતૃત્વમાં કોંગ્રેસના ઘારાસભ્ય ત્રણ કૃશિ કાયદાઓના વિરોધમાં ચર્ચાની માંગ કરશે. આ મુદ્દા પર કોંગ્રેસ અવિશ્ર્વાસ પ્રસ્તાવ લાવવાની વાત કરી રહી છે. પરંતુ, તેને સ્વીકાર અથવા અસ્વીકાર કરવો સ્પીકરના વિવેક પર નિર્ભર કરે છે.

સ્પીકર જ્ઞાનચંદ ગુપ્તા વિધાનસભા નિયમો ટાંકીને, અમે સ્પષ્ટ કરી દીધું છે કે જે બિલ લોકસભામાં પસાર કરવામાં આવ્યું છે અને તે કાયદો બની ગયો છે, તેની રાજ્ય વિધાનસભામાં ચર્ચા થઈ શકે નહીં. બીજી તરફ કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા લાવવામાં આવેલા પ્રસ્તાવ જો સ્વીકાર કરે છે તો દસ દિવસની અંદર અવિશ્ર્વાસ પ્રસ્તાવ પર ચર્ચા કરવી જરૂરી રહેશે. ત્યારે આવી વિકટ ભરી પરિસ્થિતિમાં કોંગ્રેસની તરફથી ખટ્ટર સરકાર વિરુદ્ધ કોંગ્રેસ દ્વારા લાવવામાં આવેલા અવિશ્ર્વાસ પ્રસ્તાવને બીજેપી-જેજેપી ગઠબંધનના નેતા પાડવાની તૈયારીઓનો દાવો કરી રહૃાા છે. ઉલ્લેખનીય છે કે બજેટ સત્રની શરૂઆત પહેલા જ મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર સરકારે વિપક્ષના હાથમાંથી ઘણા મોટા મુદ્દાઓ છીનવી લીધા છે.

પ્રાયવેટ સેક્ટરમાં નોકરીઓમાં હરિયાણાના યુવાનોને ૭૫% રોજગારી ગેરંટી, અદાલતમાં વિવાદિત ભરતીઓની નવેસરથી પ્રક્રિયા શરૂ કરવા, ગેરકાનૂની દારૂના વેચાણ અને લઠ્ઠાકાંડમાં થયેલ મોત પર તપાસ સમિતિઓના રિપોર્ટ્સનું અધ્યયન કરવા માટે મુખ્ય સચિવ વિયવવર્ધનના નેતૃત્વમાં કમિટીની રચના જેવા મુદ્દા છે, જેના સમાધાન માટે ગઠબંધન સરકાર પહેલ કરી ચુકી છે. તેમ છતાં, ખેડૂતોના મુદ્દે વિધાનસભામાં સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે દમદાર ચર્ચા થવાના અણસાર છે, એટલું જ નહીં કોંગ્રેસ તરફથી કૃષિ કાયદાઓમાં સુધારા કરી તેમાં ખેડૂતો માટે એકેસપીની ગેરંટીની જોગવાઈ ઉમેરવા માટે કોંગ્રેસ તરફથી એક પ્રાઇવેટ મેમ્બર્સ બિલ સત્રમાં લાવવાની તૈયારીઓ કરવામાં આવી છે.