કોરોના સામે રસીકરણ અભિયાન: દેશમાં કુલ 2.56 કરોડ વેક્સિન ડોઝ અપાયા

    CORONA-COVID-વેક્સીન-INDIA-THIRD-DOZE
    CORONA-COVID-વેક્સીન-INDIA-THIRD-DOZE

    કોરોના રસીકરણ

    Subscribe Saurashtra Kranti here.

    કોરોના મહામારી વિરુદ્ધ રસીકરણ અભિયાન તિવ્ર ગતિએ ચાલી રહૃાું છે. સરકારના આંકડા મુજબ રસીકરણના ૫૫માં દિવસે દેશમાં અત્યાર સુધીમાં રસીના ૨.૫૬ કરોડથી વધુ વેક્સિન ડોઝ અપાઈ ચૂક્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૩.૧૭ લાખ લાભાર્થીઓને રસી અપાઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં લાભાર્થીઓને કોરોનાની રસીના કુલ ૨,૫૬,૮૫,૦૧૧ ડોઝ અપાયા છે. રસી મેળવનારા લાભાર્થીઓમાં ૭૧,૭૦,૫૧૯ સ્વાસ્થ્ય કર્મચારી, ૭૦,૩૧,૧૪૭ ફ્રન્ટલાઈન વર્કર્સ, ૬૦ વર્ષથી વધુ વયના ૫૫,૯૯,૧૪૩ લોકો અને ૪૫ વર્ષથી વધુ વયના અને ગંભીર બીમારીનો સામનો કરતાં ૯,૨૯,૩૫૯ લોકોનો સમાવેશ થાય છે.

    Read About Weather here

    સ્વાસ્થ્ય કર્મચારીઓમાંથી ૩૯,૭૭,૪૦૭ અને ફ્રન્ટલાઈન વર્કર્સમાંથી ૫,૮૨,૧૧૮ને રસીનો બીજો ડોઝ પણ અપાઈ ચૂક્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, બુધવારે ૭,૨૫,૯૩૦ લોકોને રસીનો પહેલો અને ૧,૯૬,૧૦૯ સ્વાસ્થ્ય કર્મીઓ તેમજ ફ્રન્ટલાઈન વર્કર્સને કોરોનાનો બીજો ડોઝ અપાયો છે. પહેલો ડોઝ લેનારાઓમાં ૬૦ વર્ષથી વધુ વયના ૪,૯૫,૦૨૬ લોકો અને ગંભીર બીમારીથી ગ્રસ્ત ૪૫ વર્ષથી વધુ વયના ૯૫,૮૩૪ દર્દીઓનો સમાવેશ થાય છે.

    Visit Saurashtra Kranti Homepage here

    Read National News : Click Here

    Visit Saurashtra Kranti Homepage here

    Visit Saurashtra Kranti Homepage here