કોરોના રસી આપવાની દેશની તમામ ખાનગી હોસ્પિટલોને કેન્દ્રની મંજૂરી

શેરી ફેરીયાઓને લોન સહાય, બેંકો દ્વારા મેગા કેમ્પનું આયોજન
શેરી ફેરીયાઓને લોન સહાય, બેંકો દ્વારા મેગા કેમ્પનું આયોજન

કેન્દ્ર સરકારે એક મહત્વનો નિર્ણય લઈને દેશમાં તમામ ખાનગી હોસ્પિટલોને કોવિડ વેક્સિનેશન સેન્ટર તરીકે કામ કરવાની મંજૂરી આપી છે. અગાઉ માત્ર, આયુષ્માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના નામની કેન્દ્ર સરકાર પ્રેરિત આરોગ્ય યોજના તથા એના જેવી જ રાજ્ય આરોગ્ય વીમા યોજનાઓ સાથે સંકળાયેલી ખાનગી હોસ્પિટલોને જ કોરોના-સેન્ટર તરીકે અને કોરોના રસી આપવાની પરવાનગી અપાઈ હતી. પરંતુ, હવે સરકારે તમામ ખાનગી હોસ્પિટલોને એ છૂટ આપી દીધી છે.

સરકારે કહૃાું છે કે જે ખાનગી હોસ્પિટલો પાસે પર્યાપ્ત સંખ્યામાં વેક્સિનેટર્સ હોય, વેક્સિન અપાઈ ગયેલી વ્યક્તિઓ પર દેખરેખ રાખવા માટે પર્યાપ્ત જગ્યા હોય, પર્યાપ્ત કોલ્ડ-ચેન વ્યવસ્થા હોય તેઓ કોવિડ વેક્સિનેશન સેન્ટર તરીકે કામ કરી શકશે. કેન્દ્ર સરકારે એક કડક સૂચના પણ આપી છે કે, રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોએ રાજ્ય કે જિલ્લા સ્તરે કોવિડ-૧૯ની રસીઓનો સંગ્રહ કરવો નહીં, રસીઓને અનામત સ્થિતિમાં રાખવી નહીં, રસીઓનો બફર સ્ટોક નિર્માણ કરવો નહીં.