કૈલાશ માનસરોવરની યાત્રા કારથી…!!

કૈલાશ માનસરોવરની યાત્રા કારથી...!!
કૈલાશ માનસરોવરની યાત્રા કારથી...!!


ઘટિયાબગડથી લિપુલેખ સુધીની સરહદે પાકી સડક માટે 60 કરોડ રૂપિયાનું બજેટ ફાળવાયું


કેન્દ્રીય પર્યટન અને સંરક્ષણ રાજ્ય મંત્રીએ ઉમેર્યું હતું કે આ રસ્તો બની જશે તેનાથી સ્થાનિક ગામવાસીઓને રોજગારીની તકો સર્જાશે. કારની મદૃદૃથી પ્રવાસીઓ યાત્રા કરશે એટલે ગામડામાં પર્યટનથી રહેવા-જમવાનો રોજગાર સર્જાશે અને સ્થાનિક લોકોની આર્થિક સ્થિતિ સુધરશે.

Read Local News / Articles : Saurashtra , Gujarat

ગુંજી કૈલાશ માનસરોવરની યાત્રામાં વચ્ચે આવતું એક મહત્વનું સ્થળ છે. આ પિથોરાગઢ જિલ્લાનું આ ગામ 10 હજાર ફૂટની ઊંચાઈએ આવેલું છે. આ ગામ અને તેની આસપાસના સ્થળો પર્યટન સ્થળ તરીકે વિકસાવવા સરકાર કટિબદ્ધ છે એવું કેન્દ્રીય મંત્રીએ કહૃાું હતું.

કેન્દ્રીય સંરક્ષણ અને પર્યટન રાજ્ય મંત્રી અજય ભટ્ટે પિથોરાગઢ જિલ્લાના ગુંજી ગામમાં યોજાયેલા એક ધાર્મિક કાર્યક્રમમાં જાહેરાત કરી હતી કે હવે પછી ભારતીય નાગરિકો કારથી પણ કૈલાશ માનસરોવરની યાત્રા કરી શકશે.

કેન્દ્રીય મંત્રીના કહેવા પ્રમાણે ભારત-ચીન સરહદે રસ્તાઓનું નિર્માણ થઈ જતાં હવે કૈલાશ માનસરોવરનો પ્રવાસ સરળ બનશે. કારની મદદથી પણ માનસરોવરની યાત્રા કરી શકાશે. ઘટિયાબગડથી લિપુલેખ સુધીની સરહદે પાકી સડક માટે 60 કરોડ રૂપિયાનું બજેટ ફાળવાયું છે.

Read About Weather here

આ દુર્ગમ વિસ્તારોમાં બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશનના પરીશ્રમથી રસ્તો બનાવવાનું શક્ય બન્યું છે એવું પણ તેમણે કહૃાું હતું.(3.13)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here