કેનેડાએ ભારત-પાકથી આવતી તમામ ફલાઇટ્સ પર 30 દિવસ માટે મૂક્યો પ્રતિબંધ

લગ્નની લાઈટોના લીધે વિમાનનો પાયલટ અંજાઈ ગયા...!
લગ્નની લાઈટોના લીધે વિમાનનો પાયલટ અંજાઈ ગયા...!

કમર્શિયલ અને પ્રાઈવેટ ફલાઇટ્સ પર ગુરુવારથી ૩૦ દિવસ માટે પ્રતિબંધ મૂકી દીધો છે

કેનેડાની ફેડરલ સરકારે ભારત અને પાકિસ્તાનમાં ઝડરપભેર વધી રહેલા કોરોનાના કેસને કારણે આ બંને દેશોમાંથી આવતી તમામ કમર્શિયલ અને પ્રાઈવેટ ફલાઇટ્સ પર ગુરુવારથી ૩૦ દિવસ માટે પ્રતિબંધ મૂકી દીધો છે.

Subscribe Saurashtra Kranti here

ટ્રાન્સપોર્ટ મંત્રી ઓમર અલઘાબરાએ એક વર્ચ્યુઅલ પ્રેસ-કોન્ફરન્સમાં આ જાણકારી આપી હતી. તેમણે કહૃાું હતું કે કેનેડા સરકાર આ હંગામી પ્રતિબંધ ભારત અને પાકિસ્તાનથી આવનારી ફલાઇટ્સ માટે મૂકી રહી છે, કેમ કે બંને દેશઓમાંથી આવતા મુસાફરોમાંથી મોટા ભાગના લોકો કોરોના પોઝિટિવ હોય છે, એવું ટેસ્ટ દરમિયાન જોવા મળે છે.

ટ્રાન્સપોર્ટમંત્રીના કહેવા પ્રમાણે, ભારત અને પાકિસ્તાનમાંથી કેનેડા પહોંચતા એર પેસેન્જર્સમાંથી મોટી સંખ્યામાં મુસાફરો ટેસ્ટ દરમિયાન કોવિડ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. આ સાથે ટ્રાન્સપોર્ટ મંત્રીએ એરમેન અથવા NOTAMને આ બંને દેશોમાંથી ડાઇરેક્ટ પેસેન્જર એર ટ્રાફિક રોકવા નોટિસ પણ ઈસ્યુ કરી છે.

ભારત અને પાકિસ્તાનથી મુસાફરો કોઈ ઇન્ડાઇરેક્ટ રૂટથી પણ કેનેડા આવી રહૃાા છે તો તેમણે નેગેટિવ આરટી-પીસીઆર ટેસ્ટ દર્શાવવાનો રહેશે, જે નેગેટિવ ટેસ્ટ તેઓ છેલ્લે જ્યાંથી ડિપાર્ચર થયા હોય એ સ્થળે કરાવેલો હોવો જોઈએ. ઇન્ડાઇરેક્ટ રૂટથી કેનેડા પહોંચનારા લોકોએ સ્ટાન્ડર્ડ પ્રોટોકોલનું પાલન કરવાનું રહેશે, જેમાં તેમણે અન્ય કોવિડ ટેસ્ટ કરાવવાના રહેશે તેમજ ડેઝિગ્નેટેડ સરકારી હોટલમાં ટેસ્ટનો રિપોર્ટ આવે ત્યાં સુધી રોકાવું પડશે.

અલઘાબરાએ કહૃાું હતું કે કોરોનાના કેસોની જે રીતે સંખ્યા વધી રહી છે એ જોતાં જરૂર પડ્યે કેનેડાની સરકાર અન્ય દેશોમાંથી આવતી ફલાઇટ્સ પર પણ પ્રતિબંધ મૂકી શકે છે.

Read About Weather here

કેનેડાના આરોગ્યમંત્રી પેટ્ટી હાજડુએ કહૃાું હતું કે આ હંગામી પ્રતિબંધને કારણે કેનેડાના પબ્લિક હેલ્થ એક્સપર્ટ્સને મહામારી અંગેનો વધુ ડેટા મેળવવામાં મદદ મળશે. તેમણે કહૃાું હતું કે અમે ભારત અને પાકિસ્તાનના નાગરિકો પ્રત્યે સંવેદના ધરાવીએ છીએ, પરંતુ અત્યારના મહામારીના મુશ્કેલ સમયમાં ટેસ્ટ અને ક્વોરન્ટીન અંગેનાં પગલાં ઉઠાવવા પણ એટલાં જ આવશ્યક છે, જે સૌના માટે હિતકારી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here