કામ ચાલુ છે,રસ્તો જામ છે…

કામ ચાલુ છે,રસ્તો જામ છે…
કામ ચાલુ છે,રસ્તો જામ છે…

હોસ્પિટલ ચોક પાસે બ્રિજનું કામ ચાલુ હોવાથી ડાયવર્ઝન આપતા વાહનોની કતારો

સીપી સાહેબની ગાડી પણ ટ્રાફકીમાં ફસાઇ ગઇ!

રાજકોટ શહેરના સિવિલ હોસ્પિટલ ચોકમાં બનાવાઇ રહેલા થ્રી આર્મ ફ્લાય ઓવરબ્રિજ બનાવવાની કામગીરી સંદર્ભે રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે ટ્રાફિક ડાઇવર્ઝનના હુકમો જારી કર્યા હતા અને રસ્તાઓને ડાયવર્ટ કરવામાં આવ્યા હતા. જે અનુંસધાંને ડીલકસ ચોક તથા પારેવડી ચોકથી સિવિલ હોસ્પિટલ ચોક સુધીનો માર્ગ વાહન માટે અવરજવર માટે બંધ કરી નીચે મુજબ ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો હતો.

ડીલકસ ચોકથી કોર્ટ રેલવે સ્ટેશન એસ.ટી બસ સ્ટેશન કલેકટર ઓફિસ એરપોર્ટ પરાબજાર સિવિલ હોસ્પિટલ ત્રિકોણબાગ જામનગર રોડ રેસકોર્ષ રીંગ રોડ કાલાવડ રોડ તરફ જવા માંગતા ટુ વ્હીલ તથા થ્રી વ્હીલ વાહનો ડીલકસ ચોકથી ભાવનગર રોડ પાંજરાપોળથી રામનાથ પરા સ્મશાનથી ગરૂડ ગરબી ચોકથી અવરજવર કરી શકશે.

Subscribe Saurashtra Kranti here

ડીલકસ ચોકથી કોર્ટ રેલવે સ્ટેશન એસ.ટી બસ સ્ટેશન કલેકટર ઓફિસ એરપોર્ટ પરા બજાર સિવિલ હોસ્પિટલ ત્રિકોણબાગ જામનગર રોડ રેસકોર્ષ રીંગ રોડ કાલાવડ રોડ તરફ જવા માંગતા તમામ પ્રકારના વાહનો ભાવનગર રોડ ચૂનારાવાડ ચોકથી રામનાથ લાઇનથી જીલ્લા ગાર્ડનથી અવર-જવર કરી શકશે તથા ભાવનગર રોડ અમુલ સર્કલથી 80 ફુટ રોડ થઈ મક્કમ ચોકથી ટાગોર રોડથી કાલાવડ રોડ તરફ જઈ શકશે.

જામનગર રોડથી આવતા અને કુવાડવા રોડ તથા અમદાવાદ તરફ જવા માગતા તમામ પ્રકારના વાહનો માધાપર ચોકડીથી બેડી ચોકડી થઇ અમદાવાદ તરફ જઇ શકશે અને જામનગર રોડ રેલનગર અંડરબ્રિજ રેલ નગર થી 150 રીંગ રોડ થઈ બેડી ચોકડી થી યુ-ટર્ન લઇ ભગવતીપરા રોડ ભગવતી પરા ઓવરબ્રીજથી ડીલકસ ચોક કુવાડવા રોડ તરફ જઈ શકશે તથા ડીલકસ ચોકથી પારેવડી ચોક ભગવતી પરા ઓવરબ્રીજથી થી ભગવતીપરા તરફ જઈ શકશે.

Read About Weather here

જયુબિલી ચોકથી સિવિલ હોસ્પિટલ ચોક સુધીનો માર્ગ તમામ પ્રકારના વાહનોની અવરજવર માટે બંધ કરી નીચે મુજબના માર્ગે ટ્રાફિક ડાઇવર્ઝન જાહેર કરવામાં આવ્યું છે. ત્રિકોણબાગ તરફથી આવતા સિવિલ હોસ્પિટલ રેલ્વે સ્ટેશન જામનગર રોડ તરફ જવા માગતા તમામ પ્રકારના વાહનો જુબેલી ચોકથી લવલી ટેસ ચોકથી અરવિંદભાઈ મણીયાર હોલ ચૌધરી હાઈસ્કૂલ ચોકથી સિવિલ હોસ્પિટલ તથા ધરમ સિનેમા ચોકથી જામ ટાવર ચોક થી જામનગર રોડ પર રેલવે સ્ટેશન તરફ જઈ શકશે.

તેવુ જાહેરનામું બહાર પાડ્યું હતું પણ તેનો ખરેખર સાચી રીતમાં અમલ ન થતા લોકો મોચીબજાર પાસેથી પસાર થતા હોય છે. જેના લીધે ટ્રાફીકજામના દ્રશ્યો સર્જાય છે. અને વાહનોની લાંબી લાઇનો થઇ જતી નજરે પડે છે. ગઇકાલે સાંજે પો.કમિશનરની ગાડી પણ આ ટ્રાફીકનો ભોગ બની હતી.

આ ટ્રાફીકમાં ઘણી વાર એમ્બ્યુલન્સ પણ પસાર થઇ શકતી નથી તેથી જ્યા સુંધી બ્રિજનું કામ શરૂ છે ત્યા સુધી કોઇ નક્કર પગલાં લેવા આવશ્યક છે. હાલમાં કામ ચાલુ અને રસ્તો જામ જેવા દ્રશ્યો જોવા મળે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here