કસાબનો ફોન પૂર્વ CP એ છુપાવ્યોનો આરોપ…!

કસાબનો ફોન પૂર્વ CP એ છુપાવ્યોનો આરોપ...!
કસાબનો ફોન પૂર્વ CP એ છુપાવ્યોનો આરોપ...!

પરમબીર પર કસાબની સાથે આવેલા કેટલાક અન્ય આતંકીઓ અને તેના હેન્ડલર્સની મદદ કરવા અને પુરાવાનો નાશ કરવાનો પણ ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

પઠાણે ચાર પાનાની એક ફરિયાદ મુંબઈના હાલના પોલીસ કમિશ્નરને મોકલી છે. મહારાષ્ટ્ર પોલીસના રિટાયર્ડ ACP શમશેર ખાન પઠાણે મુંબઈના પૂર્વ કમિશ્નર પરમબીર સિંહ પર ગંભીર આરોપ લગાવ્યા છે.

પઠાણે પરમબીર પર 26/11ના સૌથી મોટા ગુનેગાર અજમલ આમિર કસાબની મદદ કરવાનો આરોપ લગાવ્યો છે. તેમનુ કહેવું છે કે કસાબની પાસેથી મળેલા ફોનને પરમબીરે પોતાની પાસે રાખી લીધા હતા
કસાબનો ફોન પૂર્વ CP એ છુપાવ્યોનો આરોપ...! કસાબ

અને તેને ક્યારેય તપાસ અધિકારીઓને સોંપ્યા નહોતા. તે એ જ ફોન હતો, જેના વડે કસાબ પાકિસ્તાનમાંથી નિર્દેશ મેળવી રહ્યો હતો.મુંબઈ પોલીસ કમીશ્નરને લખવામાં આવેલા પત્રમાં શમશેર ખાને સમગ્ર મામલાનો ઉલ્લેખ કર્યો.

તેમણે કહ્યું કે 2007થી 2011ની વચ્ચે તે પાઈધૂની પોલીસ સ્ટેશનમાં વરિષ્ઠ પોલીસ ઈન્સ્પેક્ટર તરીકે તહેનાત હતા. તેમના બેચમેટ એન આર માલી સિનિયર ઈન્સ્પેક્ટર ડીબી માર્ગ પોલીસ સ્ટેશનમાં કાર્યરત હતા. બંનેનું અધિકાર ક્ષેત્ર મુંબઈ ઝોન-2માં આવે છે.

પઠાણે આગળ જણાવ્યું કે 26/11ના દિવસે અજમલ આમિર કસાબની ધરપકડ ગિરગાંવ ચોપાટી વિસ્તારમાંથી કરવામાં આવી હતી. આ અંગેની માહિતી મને જ્યારે મળી ત્યારે મેં મારા સાથી એન આર માલી સાથે ફોન પર વાત કરી.

વાતચીત દરમિયાન માલીએ મને જણાવ્યું કે અજમલ કસાબની પાસેથી એક મોબાઈલ ફોન પણ જપ્ત થયો છે. વધુમાં તેમણે કહ્યું કે અહીં ઘણા મોટા અધિકારીઓ આવ્યા છે, જેમાં ATSના તત્કાલીન ચીફ પરમબીર સિંહ પણ છે.

માલીના જણાવ્યા મુજબ આ ફોન કોન્સ્ટેબલ કાંબલેની પાસે હતો અને તેને ATSના ચીફ પરમબીર સિંહે પોતાની પાસે રાખી લીધો હતો.મોબાઈલ ફોન આ મામલામાં સૌથી મહત્વનો પુરાવો હતો.

આ ફોનથી કસાબ પાકિસ્તાનમાંથી નિર્દેશ મેળવી રહ્યો હતો. આ ફોન તેના પાકિસ્તાન અને હિન્દુસ્તાનમાંના અનેક હેન્ડલરની લીન્કને સામે લાવી શકતો હતો. આ કારણે આ ઘટનાના થોડા દિવસ પછી મેં માળી સાથે ફરી વાત કરી અને આ મામલામાં થોડી વધુ ડિટેલ કાઢવાની કોશિશ કરી.

માલીએ જણાવ્યું કે આ કેસની તપાસ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેક્ટર મહાલય કરી રહ્યાં હતા અને પરમબીર સિંહએ તેમને આ મોબાઈલ ફોન સોંપ્યો નહોતો.

તે પછી અમે બંનેએ વાંધો વ્યક્ત કરતા એ મુદ્દો ઉઠાવ્યો કે આ એક મોટો પુરાવો હતો અને જો તેને સોંપવામાં નહિ આવે તો તે દેશના દુશ્મનોની મદદ કરશે. અમને શંકા હતી

કે મોબાઈલ ફોનમાં આતંકીઓના પાકિસ્તાન અને ભારતમાં ઉપસ્થિત હેન્ડલરના નંબર હશે. કદાચ ફોન મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને તે સમયે આપવામાં આવ્યો હોત તો વધુ જાણકારી એકત્રિત કરી શકાઈ હોત, કારણ કે 26 તારીખ પછી પણ આતંકીએ તેમના હુમલા ચાલુ રાખ્યા હતા.

પઠાણે આગળ જણાવ્યું કે આતંકી હુમલાના થોડા દિવસ પછી મેં ફરીથી વરિષ્ઠ સિનિયર પોલીસ ઈન્સ્પેક્ટર માલી સાથે વાત કરી હતી અને તેમણે મને જણાવ્યું કે તેમણે આ વાત મુંબઈ દક્ષિણ ક્ષેત્રના અધિકારી વેંકટેશમને મુલાકાત કરીને તેને પરમબીર પાસેથી આ ફોન લઈને

તેને સંબંધિત તપાસ અધિકારીઓને તપાસ માટે આપવાનું કહ્યું હતું. પઠાણે વધુમાં કહ્યું કે હું આ કેસનો હિસ્સો નહોતો, આ કારણે મેં આ કેસમાં વધુ ફોલોઅપ લીધુ નથી. જોકે એ વાત બધાને ખબર છે

કે કસાબની પાસેથી કોઈ પણ ફોન જપ્ત થવા અંગેની માહિતી કોઈ પણ કોર્ટ કે તપાસ એજન્સી સમક્ષ આવી નથી.પઠાણે આગળ જણાવ્યું કે હવે હું રિટાયર્ડ થઈ ચૂક્યો છું અને સમાજ સેવાનું કામ કરી રહ્યો છું.

માલી પણ હવે આસિસ્ટન્ટ પોલીસ કમિશ્નરની પોસ્ટ પરથી રિટાયર્ડ થઈ ચૂક્યા છે. આ અંગે થોડા દિવસ પહેલા મેં ફરીથી જ્યારે માલીને પૂછ્યું તો તેમણે મને જણાવ્યું કે હું આ પુરાવાની વાત કરવા માટે તત્કાલીન ATS ચીફ પરમબીર સિંહ પાસે ગયો હતો.

તેમણે પરમબીરને આ પુરાવાને ક્રાઈમ બ્રાન્ચને સોંપવા માટે પણ કહ્યું હતું, જોકે પરમબીર તેમની પર જ ભડક્યા હતા. તેમણે પોતે સિનિયર હોવાની વાત કહીને માલીને પોતાની ઓફિસમાંથી કાઢ્યા હતા. આ દરમિયાન પરમબીરે કહ્યું હતું કે માલી તમારે આ મામલા સાથે કોઈ લેવા દેવા નથી.

જોકે માલીએ આ સમગ્ર મામલામાં પોતાની વ્યક્તિગત તપાસ ચાલુ રાખી અને તેમણે જ્યારે ઓફિશિયલ રેકોર્ડ શોધ્યો તો તેમાં લખવામાં આવ્યું હતું કે કસાબની પાસેથી કોઈ પણ ફોન મળ્યો નથી.

આ મુદ્દે એ સવાલ ઉઠી રહ્યો છે કે કોઈ પણ આતંકી મોબાઈલ વગર આટલુ મોટુ ષડયંત્ર કઈ રીતે રચી શકે. એનો અર્થ એ હતો કે મોબાઈલ ફોન મળ્યો હતો અને તેને ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેક્ટર મહાલેને સોંપવામાં આવ્યો નહોતો.

તે એ વાત સાબિત કરે છે કે પરમબીર સિંહે પુરાવાને નષ્ટ કર્યા અને આ સમગ્ર ષડયંત્રમાં તે દેશના દુશ્મનોની સાથે સામેલ હતાપઠાણે આગળ લખ્યું છે કે આ વાતથી માલી ખૂબ હેરાન થયા અને કઈ પણ કહ્યાં વગર ત્યાંથી નીકળી ગયા.

Read About Weather here

માલી એટલા માટે પણ હેરાન હતા કે આ ઘટનાની માહિતી કમિશ્નર વેંકેટેશમને આપવામાં આવ્યા છતાં તેમણે આ અંગે કોઈ એક્શન લીધુ નહોતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here