કંગાળ પાકિસ્તાનની વ્હારે આવ્યું ભારત: ૧.૬ કરોડ કોરોના રસીના ડોઝ આપશે

કોરોના વેક્સિન
કોરોના વેક્સિન

ચીનનું પુંછડુ પકડીને ફરતુ પાકિસ્તાન કોરોના મહામારી સામે લાચાર બન્યું છે. દૃુનિયાભરમાં આતંક ફેલાવવામાં અવ્વલ પણ કોરોનાની વેક્સીન ખરીદવાની પણ હેસિયત ના ધરાવતા કંગાળ પાકિસ્તાનની મદદે આખરે ભારત આવ્યું છે. ભારતે માનવિયતા દાખવી પાકિસ્તાનને કોરોનાની વેક્સીનના ૧.૬ કરોડ ડોઝ મફતમાં આપશે.

પાકિસ્તાનના એક રિપોર્ટ પ્રમાણે પુના સ્થિત સીરમ ઈન્સ્ટિટ્યૂટ્સમાં બનેલી ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકાની કોરોના વેક્સીન ધ ગ્લોબલ અલાયંસ ફોર વેક્સીન એંડ ઈમ્યૂનાઈઝેશન દ્વારા જ પાકિસ્તાનને પુરી પાડવામાં આવશે. આ સંગઠન ગરીબ દેશોને કોરોનાની વેક્સીન પુરી પાડવા માટે જ બનાવવામાં આવ્યું છે. માર્ચના મધ્યાંતરમાં આ વેક્સીન પાકિસ્તાન પહોંચી જાય તેવી શક્યતા છે.

પાકિસ્તાન ભારતીય રસીના સહારે કોરોના સામે જંગ લડશે. તેને આ રસી ઈન્ટરનેશનલ અલાયન્સ ગાવિ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે. જો કે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને તો પહેલેથી જ કહી દીધુ છે કે પાકિસ્તાન કોરોના વેક્સિન ખરીદશે નહીં. દેશની આર્થિક સ્થિતિ ખુબ ડામાડોળ છે ત્યારે તેમના માટે મેડ ઈન ઈન્ડિયા રસીના ૪.૫ કરોડ ડોઝ કોઈ વરદાનથી કમ નહીં હોય.

પાકિસ્તાનના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સેવાના સચિવ આમિર અશરફ ખ્વાજાએ જણાવ્યું હતું કે, પાકિસ્તાનને ભારતમાં બનેલી કોરોના રસીના ડોઝ આ મહિને મળશે. ખ્વાજાએ કહૃાું હતું કે, હાલ પાકિસ્તાનમાં ફ્રન્ટ લાઈન વર્કર અને વરિષ્ઠ નાગરિકોને રસી આપવામાં આવી રહી છે. પાકિસ્તાન હાલ ચીન તરફથી મળેલી રસીનો ઉપયોગ કરી રહૃાું છે. પરંતુ એકલા ચીનના દમ પર તે કોરોના સામે જંગ લડી શકે તેમ નથી.

પાકિસ્તાનને ભારત નિર્મિત ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકા કોરોના રસીના મફત ડોઝ આપવામાં આવશે. જે દેશની ૨૦ ટકા વસ્તીને કવર કરશે. અત્રે જણાવવાનું કે ભારત ૬૫ દેશોને કોવિડ-૧૯ રસીની આપૂર્તિ કરી રહૃાું છે. જ્યારે અનેક દેશોએ અનુદાનના આધારે રસી મેળવી છે.