એલન મસ્કને પછાડી ફરી એકવાર વિશ્ર્વના સૌથી અમીર વ્યક્તિ બન્યા જેફ બેઝોસ

જેફ બેઝોસની સંપત્તિ ૧૮૧.૫ બિલિયન ડોલર થઇ

વિશ્ર્વના ધનપતિઓની યાદીમાં બહુ ઝડપી ફેરફાર થઇ રહૃાા છે. એમેઝોનના સીઈઓ જેફ બેઝોસ એકવાર ફરીથી દુનિયાના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. તેમણે ટેસ્લા અને સ્પેસએક્સના સીઈઓ એલન મસ્કને પહેલા નંબરથી પછાડી પોતે આ મુકામ હાંસલ કર્યો છે. કેટલાક દિવસો પહેલા જ એલન મસ્કે તેમનો તાજ છિનવીને પ્રથમ નંબરે પહોંચ્યા હતા. ફોર્બ્સ રિયલ ટાઈમ બિલિયોનરની તાજા ઈન્ડેક્સ મુજબ (૧૮ જાન્યુઆરી ૧.૩૮ મિનિટ) જેફ બેજોશની સંપત્તિ ૧૮૧.૫ બિલિયન ડોલર થવા સાથે દૃુનિયાના પ્રથમ નંબરના ધનિક વ્યક્તિ બની ગયા છે.

દુનિયાના સૌથી અમીર વ્યક્તિઓના ટોપ ૧૦ લિસ્ટમાં હવે એલન મસ્ક બીજા નંબરે છે. તેમની કુલ નેટવર્થ ૧૮૧.૫૦ ડોલર રહી છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી ૭૬ અરબ ડોલર સંપત્તિ સાથે દુનિયાના ૧૦ અને એશિયાના સૌથી અમીર વ્યક્તિના રૂપમાં ઝોંગ શાનશાન છઠ્ઠા નંબર પર છે.

બ્લૂમબર્ગના ઈન્ડેક્સની ૧૩ જાન્યુઆરીની લિસ્ટ મુજબ એક દિવસમાં તેમની સંપત્તિમાં ૮.૬૯ અબજ ડોલરનો વધારો થયો હતો. બીજા નંબર પર અમેઝોનના સીઈઓ જેફ બેજોસ ૧૮૩ અબજ ડોલર સાથે હતા. ફોર્બ્સ દ્વારા રિયલ ટાઈમ બિલિયોનર રેક્રિંગ પર દરરોજ પબ્લિક હોલ્ડિંગમાં આ ઈન્ડેક્સ અપડેટ થાય છે. જે વ્યક્તિની સંપત્તિ કોઈ પ્રાઈવેટ કંપનીથી સબંધિત છે. તેમનું નેટવર્થ દિવસમાં એક વખત અપડેટ થાય છે.