એન્ટીલિયા કેસમાં NIAને મળી મોટી સફળતા

ANTILIA-NIA
ANTILIA-NIA

NIAએ ગઈ કાલે ગુરૂવારે દક્ષિણ મુંબઈની એક હોટલ અને ક્લબમાં તપાસ હાથ ધરી હતી

Subscribe Saurashtra Kranti here

મુકેશ અંબાણીના ઘરની બહારથી મળી આવેલી વિસ્ફોટકો ભરેલી એસયુવી કાર કેસમાં હવે NIAને વધુ એક મોટી સફળતા હાથ લાગી છે. તપાસ એજન્સીએ મુખ્ય કાવતરાખોર મનાતા પોલીસ અધિકારી સચિન વઝેની નજીકની ગણાતી એક મહિલાની ધરપકડ કરી છે. આ મહિલા ગુજરાતી છે.

આ ગુજરાતી મહિલા ફાઇર સ્ટાર હોટલના સીસીટીવીમાં સચિન વાઝે સાથે જોવા મળી હતી. ૧૬ ફેબ્રુઆરીએ મુંબઇની ફાઇવ સ્ટાર હોટલના સીસીટીવીમાં આ મહિલા જોવા મળી હતી. આ મહિલા અને સચિન વાઝે સાથે પાંચ મોટી બેગ પણ હતી. આ બેગમાં રોકડા પૈસા ભર્યા હોવાનુ મનાઇ રહૃાુ છે. જો કે તેની કોઇ પુષ્ટી નથી થઇ.

NIAએ ગઈ કાલે ગુરૂવારે દક્ષિણ મુંબઈની એક હોટલ અને ક્લબમાં તપાસ હાથ ધરી હતી. મુકેશ અંબાણીના ઘરની બહારથી મળેલી કાર અને મનસુખ હરણની હત્યા સંદર્ભે કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઉપરાંત એજન્સીએ થાણેમાં એક લેટમાં શોધખોળ હાથ ધરી હતી. એનઆઇએએ દ્વારા મહિલાની કલાકો સુધી પૂછપરછ કરી હતી. બાદમાં મહિલાની અટકાયત કરવામાં આવી હતી.

Read About Weather here

મહિલા પાસેથી મોટી સંખ્યામાં આઈડી કાર્ડ અને નોટની ગણતરી કરવાની મશીન મળી આવ્યા હતાં. અહેવાલ પ્રમાણેર એનઆઇએએ જણાવ્યું હતું કે, આ મહિલા સચિન વાજેના કાળા નાણાંને સફેદ કરવાનું કામ કરતી હતી. તેણે બે આઈડી સાથે મોટી રકમ સફેદ કરી આપી હતી. તેની પાસે પૈસા ગણવાના મશિન પણ હતા. જે ગત મહિને વાજેની મર્ઝિડીઝ કારમાંથી મળી આવ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here