એક વર્ષના બાળકની કમાણી 75000 રૂપિયા… !!

એક વર્ષના બાળકની કમાણી 75000 રૂપિયા... !!
એક વર્ષના બાળકની કમાણી 75000 રૂપિયા... !!-saurashtra kranti

એક જ વર્ષની ઉંમરમાં બ્રિગ્સ ૪૫ જેટલા વિમાનપ્રવાસ કરી ચૂકયો છેઃ અમેરિકામાં માતાપિતા સાથે પ્રવાસ કરીને તે સારી એવી કમાણી કરી રહ્યો છે

કહેવામાં આવે છે કે , બાળકો  ભગવાનનું સ્વરૂપ હોય છે. બાળકો માસૂમ, સુંદર અને નિર્દોષ હોય છે. પરંતુ એક  વર્ષના બાળકની કમાણી 75 હજાર રૂપિયા આ સાંભળીને આશ્ચર્યમાં મુકાય તેવી છે.

અમેરિકાનું બ્રિગ્સ ડરિંગ્ટન નામનું બાળક જન્મ્યું ત્યારથી પ્રવાસ કરી રહ્યું છે, એટલું જ નહીં, પ્રવાસ કરીને તે પૈસા કમાઈ રહ્યું છે.

જોકે બ્રિગ્સના જન્મ સાથે જ તેનાં માતાપિતાએ જોયું કે કોઈ બેબી-ટ્રાવેલરનું અકાઉન્ટ નથી એટલે સોશિયલ  મીડિયા પર બ્રિગ્સના નામથી બેબી ટ્રાવેલરનું અકાઉન્ટ બનાવી બેબી ટ્રાવેલની અઢળક માહિતી આપવાનું કામ તેમણે શરૂ કર્યું.

Read Local News / Articles : Saurashtra , Gujarat

 અમેરિકામાં તેણે ત્રણ જ અઠવાડિયાની ઉંમરથી પ્રવાસ કરવાની શરૂઆત કરી હતી. અત્યારે બેબી-ઇન્ફ્લ્યુએન્સર તરીકે તે દર મહિને 1000 ડોલર (75000 રૂપિયા) કમાય છે.

એક જ વર્ષની ઉંમરમાં બ્રિગ્સ 45 જેટલા વિમાનપ્રવાસ કરી ચૂકયો છે. અમેરિકામાં માતાપિતા સાથે પ્રવાસ કરીને તે સારીએવી કમાણી કરી રહ્યો છે.

બ્રિગ્સની વાર્તા એવી છે કે તેની માતા ટ્રાવેલ-બ્લોગર હતી અને પ્રવાસ કરીને પૈસો મેળવતી હતી, પણ બ્રિગ્સના જન્મ પછી તેને ચિંતા સતાવવા લાગી કે તેની કરીઅર પૂરી થઈ જશે કે કેમ. પરંતુ તેને ધાર્યા કરતાં વધુ સફળતા મળી રહી છે.

બ્રિગ્સ અત્યાર સુધી અમેરિકાનાં 16 રાજયોનો પ્રવાસ કરી ચૂકયો છે. એક વર્ષની નાનકડી ઉંમરમાં બ્રિગ્સ અલાસ્કાના રીંછ, યલોસ્ટોન પાર્કના વરુઓને જોઈ ચૂકયો છે તેમ જ કેલિફોર્નિયાના દરિયાકિનારાઓના પર્યટનની મજા માણી ચૂકયો છે.

Read About Weather here

2020 ની 14 ઓકટોબરે દિવસે જન્મેલા બ્રિગ્સનો પહેલો પ્રવાસ નેબ્રાસ્કાનો હતો. અત્યારે તે દુનિયાનો સૌથી નાની ઉંમરનો ટ્રાવેલ ઇન્ફ્લ્યુએન્સર હોઈ શકે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here