એક દેશના બે રાજયોની સરહદ પર યુધ્ધ જેવી તંગદીલી!!

રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર
રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મદદ માંગતા આસામ અને મિઝોરમના મુખ્ય પ્રધાનો: સોમવારે સીમા પર ઘર્ષણમાં આસામ પોલીસના 6 જવાનોનાં મોત

એસપી સહિત 50થી વધુ પોલીસ કર્મચારીઓને ગંભીર ઇજા : મિઝોરમની સરહદની અંદરથી આસામ પોલીસ પર ગોળીબાર અને બેફામ પથ્થરમારો

એક જ દેશના બે રાજયો ઇશાન ભારતના આસામ અને મિઝોરમની સરહદ પર યુધ્ધ જેવા તંગદીલીના દ્રશ્યો જોવા મળી રહયા છે. જેના કારણે દેશભરમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. સોમવારે જમીનના વિવાદમાં બે રાજયોની સરહદ પર થયેલી ખુંખાર અથડામણોમાં આસામ પોલીસના 6 જવાનો માર્યા ગયા હતા. કાછર જીલ્લાના એસપી નીમ્બાલકર વૈભવ ચંદ્રકાંત સહિત આસામ પોલીસ દળના 50થી વધુ જવાનોને ઇજાઓ થઇ હતી.

અથડામણને પગલે બન્ને રાજયોના મુખ્ય પ્રધાનો વચ્ચે પણ ટ્વીટર પર સાબ્દીક લડાઇ શરૂ થઇ ગઇ છે. બન્ને રાજયોએ આ વિવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દરમ્યાનગીરીની માંગણી કરી છે.

Subscribe Saurashtra Kranti here

આસામના કાછર જીલ્લાના એસપી સહિત અન્ય પોલીસ જવાનોને ખાનગી ગોળીબારમાં ઇજા થઇ છે. આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા શર્માએ ટ્વીટ કર્યુ હતું કે, અમારા રાજયની બંધારણીય રીતે અમારી માલીકીની સરહદનાં રક્ષણ માટે અમારા 6 બહાદુર પોલીસ જવાનોએ બલીદાન આપ્યું છે. મિઝોરમની પોલીસે અમારી પોલીસ પર લાઇટ મશીન ગનથી ગોળીબાર કર્યો છે. એ કમ નસીબે સ્પષ્ટ પુરવાર થયું છે.

બીજી તરફ મિઝોરમના મુખ્યમંત્રી જોરામ થાંગાએ જણાવ્યું હતું કે, કેન્દ્રની દરમ્યાનગીરી બાદ 1 વર્ષથી સરહદ પર શાંતી હતી. ઇશાન મુખ્યમંત્રીઓની બેઠકમાં પણ મુદ્ો ઉઠાવ્યો હતો અને બધુ સામાન્ય હતું ત્યાં અચાનક સોમવારે સવારે આસામના આઇજીપી અને 200 પોલીસનો કાફલો મીજોરમની સરહદમાં ધુસી આવ્યો હતો. જેના કારણે બન્ને પક્ષે ગોળીબાર થયો હતો અને જાનહાની થઇ હતી.

Read About Weather here

થાંગાએ જણાવ્યું હતું કે, કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહે પણ આસામ પોલીસને એ સ્થળ ખાલી કરી દેવા અને સીઆરપીએફને કબજો સોંપી દેવા આદેશ આપ્યો હતો. બન્ને મુખ્યમંત્રી વચ્ચેના શબ્દ યુધ્ધ બાદ અમિત શાહે બન્ને મુખ્ય પ્રધાનો સાથે તાકિદે વાતચીત કરી હતી અને શાંતિ જાળવવાનો આદેશ આપ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here