ઉપરાજ્યપાલનો પાવર વધતા નારાજ નાયબ મુખ્યમંત્રીએ કહૃાું- આ પગલું બંધારણ વિરુદ્ધ

કેન્દ્ર સરકારે દિલ્હીના ઉપરાજ્યપાલના પાવરમાં વધારો કર્યો છે ત્યારપછીથી દિલ્હી સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે ઘર્ષણ ચાલી રહૃાું છે. નિવેદનો અને આરોપોનો સમય શરૂ થઈ ચૂક્યો છે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કેન્દ્ર સરકાર દ્વારા દિલ્હીના ઉપરાજ્યપાલના પાવર વધારવા અંગે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહૃાું કે, દિલ્હીની ચૂંટાયેલી સરકારની કામગીરીમાં અડચણ પેદા કરવાના પ્રયાસ થઈ રહૃાાં છે, આ લોકતંત્ર વિરુદ્ધ તો છે પણ સાથે જ બંધારણ વિરુદ્ધ છે. તેમણે કહૃાું કે, ત્રણ વખત દિલ્હીની વિધાનસભા ચૂંટણી હારી ચૂકેલી કેન્દ્ર સરકાર હવે પાછળના દરવાજાથી દિલ્હીમાં પોતાની સરકાર ચલાવવાનો પ્રયાસ કરી રહી છે. તેમણે કહૃાું કે, પહેલા પણ આવી જ અડચણો ઊભી કરવામાં આવતી હતી.

સુપ્રીમ કોર્ટે અધિકારોનો ખુલાસો કર્યો છે ત્યારપછી જ દિલ્હી સરકાર પોતાના નિર્ણય લઈ શકી છે. તેમણે કહૃાું કે, હવે ફરીથી દિલ્હી સરકાર કંઈ પણ કરવા માંગશે તો ઉપરાજ્યપાલ તેમાં અડચણ ઊભી કરશે. સરકાર હાલ આખા મામલાને સ્ટડી કરી રહી છે, ત્યારપછી આગામી પગલું ભરશે. તેમનું કહેવું છે કે પહેલા પણ ઘણી વખત ઉપરાજ્યપાલે દિલ્હી સરકારના ઘણા નિર્ણયને આ રીતે અટકાવ્યા છે. ૨૦૧૩માં કોંગ્રેસની સહાયતાથી પહેલી વખત ૪૯ દિવસ સરકાર બનાવ્યા પછી આમ આદમી પાર્ટી દિલ્હીમાં ત્રીજી વખત સત્તામાં છે, બધું કામ બરાબર ચાલી રહૃાું છે એવામાં કેન્દ્ર સરકાર તેમાં અડચણ ઊભી કરવા માંગે છે.

પહેલા પણ ઉપરાજ્યપાલે દિલ્હી સરકારના ઘણા મહત્વના નિર્ણયોમાં હસ્તક્ષેપ કરીને તેને પાસ નહોતા કર્યા. જેના કારણે સરકારને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. પહેલા પણ એક વખત ઉપરાજ્યપાલના અધિકારો અંગે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ધરણા કરી ચૂક્યાં છે. હવે અધિકારોમાં વધારો કરવાથી પાર્ટી વધુ નારાજ થઈ ગઈ છે. અધિકારોમાં વધારાની વાત ખબર પડતાની સાથે વિરોધ અને નિવેદનો શરૂ થઈ ગયા છે.