ઉત્તરાખંડના મુખ્યમંત્રીના નિવેદન પર મહિલા ટીએમસી સાંસદનો પલટવાર (11)

    ઉત્તરાખંડ-TMC-MP-Utrakhand CM
    ઉત્તરાખંડ-TMC-MP-Utrakhand CM

    Subscribe Saurashtra Kranti here.

    તૃણમુલ કોંગ્રેસની મહિલા સાંસદ મહુઆ મોઈત્રાએ તો ઉત્તરાખંડના મુખ્યમંત્રી તીરથસિંહનો રીતસરનો ઉધડો જ લઈ લીધો હતો

    ઉત્તરાખંડના નવા નિમાયેલા મુખ્યમંત્રી તીરથિંસહ રાવતની મહિલાઓના પોષાકને લઈને કરવામાં આવેલી ટિપ્પણીની ચારેકોર ભારે ટીકા થઈ રહી છે. સોશિયલ મીડિયા પર પણ આ મામલે સંગ્રામ જામ્યો છે. રાજનેતાઓ પણ આકરા પ્રહારો કરી રહૃાાં છે. તૃણમુલ કોંગ્રેસની મહિલા સાંસદ મહુઆ મોઈત્રાએ તો તીરથસિંહનો રીતસરનો ઉધડો જ લઈ લીધો હતો. શિવસેના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ પણ તીરથસિંહને બરાબરના ઝાટકી નાખ્યા હતાં.

    મહુઆ મોઈત્રાએ ટ્વિટર પર કહૃાું હતું કે, ઉત્તરાખંડના મુખ્યમંત્રી કહે છે કે, જ્યારે નીચુ જોયું ત્યારે ગમ બુટ હતાં અને ઉપર જોયું તોપ એનજીઓ ચલાવો છો અને ઘુંટણ તો ફાટેલા દેખાય છે? મુખ્યમંત્રી સાહેબ, જ્યારે તમને જોયા તો ઉપર-નીચે-આગળ-પાછળ અમને તો માત્ર બેશરમ અને વાહિયાત વ્યક્તિ જ નજરે પડે છે.
    ટીએમસી સાંસદ મહુઆ મોઈત્રાએ મુખ્યમંત્રી તીરથસિંહ પર આરોપો યથાવત રાખતા કહૃાું હતું કે, તમે એક રાજ્ય ચલાવી રહૃાો છો, પણ મગજથી ફાટેલા લાગો છો. મહુઆ મોઈત્રા જ નહીં પણ કેટલાય રાજકીય પક્ષોએ ભાજપના મુખ્યમંત્રીનો ઉધડો લીધો છે.

    શિવસેના સાંસદ પ્રિયંકા ચુતુર્વેદીએ પણ તીરથસિંહની ઝાટકણી કાઢતા કહૃાું હતું કે, દેશની સંસ્કૃતિ અને સંસ્કાર પર એ માણસો થી.. જે મહિલાઓ અને તેમના કપડાઓને જજ કરે છે. સોચ બદલો મુખ્યમંત્રીજી, તભી દેશ બદલેગા.

    Read About Weather here

    કોંગ્રેસ પાર્ટી દ્વારા પણ સતત સોશિયલ મીડિયા પર તીરથસિંહના નિવેદનની ધોર ટીકા કરવામાં આવી રહી છે. એટલુ જ નહીં તીરથસિંહ રાવતના નિવેદનનો વિરોધ કરવા માટે સોશિયલ મીડિયા પર હૈશટેગ પણ ચલાવવામાં આવ્યુ હતું.

    Visit Saurashtra Kranti Homepage here

    Read National News : Click Here

    Visit Saurashtra Kranti Homepage here

    Visit Saurashtra Kranti Homepage here