ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતે આપ્યું રાજીનામું

શેરી ફેરીયાઓને લોન સહાય, બેંકો દ્વારા મેગા કેમ્પનું આયોજન
શેરી ફેરીયાઓને લોન સહાય, બેંકો દ્વારા મેગા કેમ્પનું આયોજન

સીએમના વિરુદ્ધ કોઈપણ પ્રકારનો અસંતોષ કે મતભેદ નથી: એમએલએ મુન્ના સિંહ ચૌહાણ

ઉત્તરખંડમાં છેલ્લાં સપ્તાહથી રાજકીય ઉથલપાથલ જોવા મળી રહી છે, જે બાદ મુખ્યમંત્રી ત્રિવેન્દ્રિંસહ રાવતે રાજીનામું આપી દીધું છે. તેઓએ થોડાં સમય પહેલાં જ રાજભવન પહોંચીને રાજ્યપાલ બેબી રાની મોર્ય સાથે મુલાકાત કરી જ્યાં તેઓએ પોતાનું રાજીનામું આપી દિધું છે. ઉચ્ચ શિક્ષણ મંત્રી ધનસિંહ રાવતને નવા મુખ્યમંત્રી બનાવવામાં આવી શકે છે. પાર્ટીના ધારાસભ્ય દળની બેઠક આવતી કાલે સવારે ૧૧ વાગ્યે મળશે. ધનિંસહ રાવત વર્તમાન સરકારમાં ઉચ્ચ શિક્ષણ મંત્રી છે. ધનિંસહને રાજધાની દેહરાદૃૂન લાવવા માટે સરકારી હેલિકોપ્ટર મોકલવામાં આવ્યું હતું. પાર્ટી હાઈકમાન્ડે રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રમન સિંહ, મહાસચિવ અને રાજ્યના પ્રભારી દૃુષ્યંત ગૌતમને ધારાસભ્ય દળની બેઠક માટ પર્યવેક્ષક બનાવવામાં આવ્યા છે. બંને ધારાસભ્ય દળના નવા નેતાની પસંદગી કરવા માટે આજે સાંજે જ દેહરાદૃૂન પહોંચ્શે. આ પહેલાં શનિવારે પાર્ટીએ આ બંને નેતાઓને ઓબ્ઝર્વર બનાવીને ઉત્તરાખંડ મોકલ્યા હતા. બંનેએ નારાજ નેતાઓ સાથે વાતચી કરી રિપોર્ટ કેન્દ્રીય નેતૃત્વને સોંપ્યો હતો. રાવતના રાજીનામા બાદ ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા હરીશ રાવતનું નિવેદન સામે આવ્યું છે. તેઓએ કહૃાું કે ભાજપના કેન્દ્રીય નેતૃત્વએ પણ માની લીધું છે કે હાલની સરકાર કંઈ જ કરી શકી નથી. હવે હું રાજ્યની સત્તામાં બદલાવ જોઈ રહૃાો છું. કોઈ જ ફર્ક નથી પડતો કે તેઓ હવે કોને લાવે છે પરંતુ ૨૦૨૨માં સત્તામાં પરત નહીં ફરે તે ચોક્કસ છે. ત્રિવેન્દ્રિંસહ રાવતે રાજ્યપાલને રાજીનામું આપીને સીધા જ પ્રેસ કોન્ફરન્સ કરવા પહોંચ્યા તેઓએ મીડિયા સાથે વાતચીતમાં કહૃાું કે હું લાંબા સમયથી રાજકારણમાં છું. મારા જીવનની આ સ્વર્ણિમ તક મને આપવામાં આવી હતી. નાનકડા ગામમાં જન્મ લીધો, પિતાજી પૂર્વ સૈનિક હતા. ક્યારેય કલ્પના પણ કરી ન હતી કે પાર્ટી મને આટલું મોટું સન્માન આપશે. ભાજપમાં જ આ શક્ય હતું. નાનકડા ગામના કાર્યકર્તાને આટલું મોટું સન્માન આપ્યું. ૪ વર્ષ સુધી મને સેવા કરવાની તક આપવામાં આવી. પાર્ટીએ વિચાર કર્યો અને સામૂહિક રૂપથી આ નિર્ણય લીધો કે મારે હવે અન્ય કોઈને આ તક આપવી જોઈએ. ૯ દિવસ બાકી છે ચાર વર્ષ પૂરાં થવામાં. હું પ્રદેશવાસીઓને પણ ધન્યવાદ આપવા માગુ છું. ૪ વર્ષ સુધીની તક જો પાર્ટીએ ન આપ્યો હોત તો મહિલાઓ અને યુવકો માટેની યોજના હું ન લાવી શક્યો હતો. જે પણ કોઈ આ જવાબદારી ભજવશે તેને મારી ઘણી જ શુભેચ્છા.