ઈડીના જોરે ભાજપ મહારાષ્ટ્ર સરકારને ઉથલાવી નહીં શકે: શિવસેના

૨૦૨૦માં ઉદ્ધળ સરકારને ઉથલાવવાના પ્રયાસો નિષ્ફળ રહૃાા

શિવસેનાએ ભાજપ પર વધુ એક વખત પ્રહાર કરતા જણાવ્યું છે તે તેઓ એવા ખોટા ભ્રમમાં ના રહે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના જોરે મુંબઈમાં મહારાષ્ટ્ર વિકાસ અઘાડી પાર્ટીની સરકારને ઉથલાવી શકશે. શિવસેનાએ સામાનામાં લખ્યું છે કે, કેન્દ્રીય એજન્સીઓ જેમ કે સીબીઆઈ અને ઈડીનું ઝડપથી પતન થઈ રહૃાું છે.

ઈડીએ શિવસેના નેતા સંજય રાવતના પત્ની વર્ષા રાવતને સમન્સ પાઠવીને તેમને પીએમબી બેક્ધના રૂ. ૪,૩૦૦ કરોડના મની લોન્ડિંરગ કેસમાં પૂછપરછ કરવા બોલાવ્યા છે. જોક તેમણે મંગળવારે ઈડીની કચેરીએ પૂછપરછ માટે જવાનું ટાળ્યું હતું.

શિવસેનાએ પ્રદેશ ભજપના પ્રમુખ ચંદ્રકાંત પાટીલની એ નિવેદન બદલ ટિકા કરી જેમાં તેણે જણાવ્યું હતું કે ઈડી એક બિનરાજકીય સંસ્થા છે જે બંધારણને વળગેલી છે. પાટીલે સવાલ કર્યો હતો કે શું સજંય રાવત બંધારણમાં માનતા નથી. આ નિવેદન પર શિવસેનાએ પાટીલને વળતો પ્રશ્ર્નો કર્યો કે તેઓ બંધારણ વિષે આટલી િંચતા ક્યારથી કરે છે? બંધારણ વિશે રાજ્યપાલને સવાલ કરો. રાજ્યપાલના ક્વોટાની વિધાન પરિષદની ૧૨ બેઠકો જૂનથી ખાલી પડી છે. કેબિનેટની ભલામણ છતાં આ બેઠકો ભરવામાં નથી આવી રહી. ૨૦૨૦માં ઉદ્ધવ ઠાકરેની સરકારને ઉથલાવવાના તમામ પ્રયાસો નિષ્ફળ ગયા છે. જેથી રાજ્યપાલ જે સરકાર ઈચ્છે છે તે આગામી ૨૫ વર્ષ સુધી હકીકત નહીં બની શકે.

મહારાષ્ટ્રમાં ભાજપ એવી ખોટી માન્યતામાં ના રાચે કે ઈડી અને અન્ય એજન્સીના જોરે તે મહારાષ્ટ્ર સરકારને ઉથલાવી દેશે. નોંધનીય છે કે એકનાથ ખડસેએ ભાજપ છોડ્યા બાદ તેમને ઈડીની નોટિસ મળી હતી. ટીડપીના સાસંદો પર ઈડીની રેડ બાદ તેઓ ભાજપમાં જોડાયા હતા. ગત મહિને ઈડીએ શિવસેનાના ધારાસભ્ય પ્રતાપ સારનાઈકને ત્યાં દરોડા પાડ્યા હતા.