ઇંધણના ભાવ વધારાથી કેન્દ્રને ધર્મસંકટ, વેરા ઘટાડવા માટે માંગણી

સોનિયાએ વડાપ્રધાનને પત્ર લખ્યો, રાજધર્મની યાદ અપાવી: પેટ્રોલ-ડીઝલની આબકારી ઘટાડવા અનુરોધ

પેટ્રોલ અને ડીઝલના સતત વધતા જતા ભાવ અને તેની આમ જનતાના બજેટ પર ગંભીર અસરોને કારણે દેશભરમાં વિરોધ વંટોળ જાગી ઉઠ્યો છે. કેટલાક રાજ્યોએ વેરા ઘટાડવાની માંગણી કરી હોવાથી કેન્દ્ર સરકાર ધર્મસંકટમાં મુકાય જવા પામી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીએ વડાપ્રધાન મોદીને ત્રણ પાનાનો પત્ર પાઠવ્યો છે અને તેમણે રાજધર્મની યાદ આપી છે. સોનિયાએ ઇંધણના ભાવ ઘટે અને લોકોને રાહત મળે તે માટે પેટ્રોલ અને ડીઝલ પરની આબકારી જકાતમાં ઘટાડો કરવા માંગણી કરી છે.
દેશના વિવિધ વર્ગોમાંથી પણ ભાવ વધારા સામે અવાજ ઉઠી રહ્યો છે. અલગ-અલગ વર્ગના મહાનુભાવો અને બોલીવુડના સલમાન ખાન સહિતના કલાકારોએ ઇંધણના ભાવ ઘટાડી આમ જનતાને રાહત આપવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અનુરોધ કર્યો છે.

દેશના બેથી વધુ રાજ્યોએ તો આવી માંગણી કરી છે કે, પેટ્રોલ ડીઝલના સ્થાનિક વેરા અને કેન્દ્રીય વેરામાં પણ સરકારે ઘટાડો જાહેર કરવો જોઈએ.