ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ સિરીઝમાં ભારતની જીત બદલ વિલિયર્સે કોહલીના વખાણ કર્યા

ઈંગ્લેન્ડ સામે ચોથી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે જેવી રીતે જબરદસ્ત ખેલનું પ્રદર્શન કરતાં ઈંગ્લેન્ડને માત આપી અને ટેસ્ટ સીરિઝને ૩-૧થી પોતાના નામ કરી તે બાદ ટીમ ઈન્ડિયાના ચારોતરફ વખાણ થઈ રહૃાાં છે. દક્ષિણ આફ્રિકાના ક્રિકેટર એબી ડિવિલિયર્સે પણ આ જીત બાદ કોહલીની કપ્તાનીના ખુબ વખાણ કર્યાં છે. ડિવિલિયર્સે ટ્વીટ કરીને કહૃાું કે વિરાટ કોહલીના નેતૃત્વમાં યુવા ખેલાડીઓને પૂરી આઝાદીથી રમવાનો મોકો મળ્યો અને તેમણે ખેલમાં પૂરી રીતે પોતાનું વર્ચસ્વ બનાવ્યું.

એબી ડિવિલિયર્સે ટ્વીટ કરી લખ્યું- કોહલીના નેતૃત્વમાં આ ટેસ્ટ મેચમાં યુવા ખેલાડીઓ અક્ષર પટેલ, ઋષભ પંત અને વૉશિંગ્ટન સુંદરને પૂરી આઝાદી સાથે રમવાનો મોકો મળ્યો અને આ ખેલાડીઓએ પૂરી રીતે પોતાનું વર્ચસ્વ દેખાડ્યું. અન્ય ખેલાડીઓને આગળ વધવાનો મોકો આપવા માટે એક ખાસ લીડરની જરૂરત હોય છે. જ્યારે યુવા ખેલાડીઓની વ્યક્તિગત ગેમ સારી ના હોય તો તેમને આગળ વધવાનો મોકો આપવા માટે તમે દરેક પ્રકારની મદદ કરો છો.