આજના રાશિફળ પર એક નજર

આજના રાશિફળ પર એક નજર
આજના રાશિફળ પર એક નજર

મેષ:

થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવી લોકોની સલાહ અને માર્ગદર્શન ઉપર ધ્યાન આપો.

વૃષભ:

કોઇ પારિવારિક મુદ્દાને લઇને ચાલી રહેલી ગેરસમજ દૂર થશે. ઘરના રિનોવેશન તથા પરિવર્તનને લગતી થોડી મહત્ત્વપૂર્ણ યોજના બનશે. કામ વધારે હોવા છતાં થોડો સમય તમે તમારા રસના કાર્યોમાં પણ સમય પસાર કરશો.

 મિથુન:

છેલ્લાં થોડા સમયથી કોઇ અટવાયેલું પેમેન્ટ મળી શકે છે. કોઇપણ મુશ્કેલ કાર્યને તમે તમારી મહેનત દ્વારા ઉકેલી શકશો. કામ વધારે રહેવા છતાં તમે ઘરમાં જ તમારો ભરપૂર સહયોગ આપશો.

કર્ક:

પરિવાર સાથે મોજ-મસ્તીની ક્રિયાઓમાં સમય સારો પસાર થશે. ભવિષ્યને લગતી યોજનાઓમાં રોકાણ કરવા માટે સમય અનુકૂળ છે. ઘરની જરૂરિયાતોને લગતી વસ્તુઓની ઓનલાઇન ખરીદદારી કરવામાં એન્જોય કરશો.

Visit Saurashtra Kranti Homepage here

સિંહ:

સામાજિક અને ધાર્મિક ક્રિયાઓમાં સમય પસાર કરવાથી તમને માનસિક સુકૂન અને શાંતિ મળશે. પ્રોપર્ટીની લેવડ-દેવડને લગતા કાર્યો સફળ રહેશે. તમારી કોઇ વિશેષ પ્રતિભા લોકો સામે આવશે.

કન્યા:

તમારા કામ જાતે જ બનતા જશે. એટલે ગંભીરતાથી મહેતન કરવા ઉપર ધ્યાન આપો. જો કોઇ પણ પ્રકારનો વિવાદ ચાલી રહ્યો છે તો તેનો ઉકેલ લાવવા માટે આજે યોગ્ય સમય છે. પારિવારિક દેખરેખમાં પણ તમે સમય કાઢી શકશો.

તુલા:

કામની જગ્યાએ તમે તમારા વ્યક્તિગત તથા તમારા રસની ગતિવિધિઓમાં વધારે સમય પસાર કરશો. તેનાથી તમને માનસિક સુકૂન અને સુખ મળશે. તમારા કાર્યોને યોજનાબદ્ધ અને ડિસિપ્લિનથી અંજામ આપો.

વૃશ્ચિક:

નજીકના સંબંધીઓનું ઘરમાં આગમન થવાથી સુખમય વાતાવરણ રહેશે તથા કોઇ વિશેષ મુદ્દા ઉપર ચર્ચા-વિચારણાં પણ થશે. જો ભવન નિર્માણને લગતું કામ અટવાયેલું છે તો તેના અંગે યોજના બનાવવાનો યોગ્ય સમય છે.

ધન:

સમય લાભદાયી છે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. મીડિયા તથા ઓનલાઇ ગતિવિધિમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત કરો. જૂની ચાલી રહેલી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી રાહત અનુભવ કરશો.

મકર: 

જીવનને પોઝિટિવ દૃષ્ટિએ સમજવાની કોશિશ કરો. તમને કોઇ સારી સફળતા મળવાની છે. આત્મ મનન તથા ચિંતન કરવાથી તમને ખૂબ જ વધારે માનસિક શાંતિ અનુભવ થશે. કોઇ મુશ્કેલ કાર્યોને પણ તમે દૃઢ સંકલ્પ દ્વારા પૂર્ણ કરવાની કોશિશ કરશો.

કુંભ:

ઘરના વડીલોના આશીર્વાદ અને સહયોગ તમારા માટે ભાગ્યોદયકારક સાબિત થશે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી ખૂબ જ વધારે સુકૂન મળશે. તમે તમારી અંદર નવી ઊર્જાનો સંચાર કરશો.

Read About Weather here

મીન:

કોઇ મુશ્કેલમાં મુશ્કેલ કાર્યને પણ તમે તમારી મહેનત દ્વારા ઉકેલવાની કોશિશ કરશો. થાક હોવા છતાં તમારી અંદર ઊર્જા ભરપૂર રહેશે. કોઇ પારિવારિક વિવાદનું સમાધાન મળવાથી ઘરમાં સુકૂન અને શાંતિ રહેશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here