આજના મોર્નિંગ ન્યૂઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

1. બે વર્ષમાં 24.42 કરોડ રૂપિયા રોડ રિપેરિંગના નામે ખર્ચાયા, આટલી રકમમાં તો 5 વર્ષની ગેરંટી સાથેનો 67 કિલોમીટરનો રોડ બની જાય

    એકને એક રોડના દર વર્ષે રિપેરિંગના બિલ મુકાય છે, મંજૂર પણ થાય, ખરાઈ થતી ન હોવાથી ગોલમાલ યથાવત

2. અમદાવાદમાં કોરોનાની સ્થિતિ હળવી થતાં મોટા ભાગના વૃદ્ધાશ્રમ ફૂલ, મહિને 100થી વધુનું વેઈટિંગ

     કોવિડ ટોચ પર હતો ત્યારે શહેરના 30 વૃદ્ધાશ્રમમાં સંખ્યા ઘટી હતી. લગભગ દરેક વૃદ્ધાશ્રમને મળતી ઈન્કવાયરીમાં છેલ્લા 4થી 5 મહિનામાં વધારો થયો. કોરોનાના ચેપની બીકે વડીલોને ઘરે લઈ ગયેલા સંતાનો હવે ફરી પાછા મૂકવા આવે છે

Read Local News / Articles : Saurashtra , Gujarat

3. અમદાવાદી યુવકોએ ક્રિકેટરોના સ્કોર સહિતના પ્રશ્નો સોલ્વ કરવા એપ્લિકેશન બનાવી, દેશ વિદેશના 95 લાખ ખેલાડીઓ જોડાયા, વાર્ષિક 3.5 કરોડની કમાણી

   અમદાવાદના યુવકો દ્વારા તૈયાર થયેલી એપ્લિકેશન દેશ-દુનિયામાં ધૂમ મચાવે છે. 2016માં શરૂ કરેલી એપ્લિકેશનને દેશ દુનિયામાંથીઅપ્રતિમ પ્રતિસાદ મળી રહ્યો છે.

4. ધોનીએ 96 મીટર લાંબી સિક્સ મારી ચેન્નઈને પ્લે-ઓફમાં ક્વોલિફાય કરાવ્યું; 18 પોઈન્ટ સાથે પોઇન્ટ ટેબલમાં નંબર-1

5. નબળાઈને BP ઘટતાં હોસ્પિટલમાં દાખલ, પૂર્વ પતિએ કહ્યું- સુંદર બનવાના ચક્કરમાં બધું થયું

  શ્વેતા તિવારી હાલમાં જ ‘ખતરો કે ખિલાડી 11’માં જોવા મળી હતી. એક્ટ્રેસ બેક ટુ બેક કામ કરતી હોવાથી તબિયત લથડી

6. જાણીતી કન્નડ ટીવી એક્ટ્રેસ સૌજન્યાએ આત્મહત્યા કરી, બેડરૂમના પંખા સાથે લટકતી લાશ મળી

  સૌજન્યાના રૂમમાંથી સુસાઇડ નોટ મળી આવી. મોતના ત્રણ દિવસ પહેલાં સૌજન્યાએ સુસાઇડ નોટ લખી હતી

7. ન્યુઝીલેન્ડ સરકારની ભારતીયોને એડવાન્સમાં હેપ્પી દિવાળી, ન્યુઝીલેન્ડે પ્રવાસી વિઝાની પદ્ધતિમાં કર્યો મોટો ફેરફાર, 1.65 લાખ વિઝીટર્સને PRની લોટરી લાગી

   કોવિડના કારણે ન્યુઝીલેન્ડની બહાર ફસાયેલા પ્રવાસીઓ પર આ નિયમ લાગુ થતો નથી

8. એક જમાનામાં હું જમ્યા બાદ મારી દાઢીથી હાથ લૂછી લેતો હતો : અમિતાભ

   કેબીસીમાં પ્રતીક ગાંધીએ બિગ બીને પૂછયા મજેદાર  સવાલો: કેબીસીના આગામી એપિસોડનો પ્રોમો વાઈ2લ

9. આજે એમેઝોન પ્રાઈમ વીડિયો પર  અમિતાભ સ્ટાર  ચેહરે  રિલીઝ

   આવતીકાલે લિફટ લિફટ, શિત, ડાયેના સહિતની અનેક ફિલ્મો ઓટીટી પર  રિલીઝ

Read About Weather here

10. એક વાનગીની કિંમત 63 હજાર, સર્વિસ ચાર્જ 24 હજાર ! આ વ્યકિતને હોટલમાં ડિનર કરવું પડયુ મોંઘુ

     એક વ્યકિતને ઘરની બહાર રેસ્ટોરન્ટમાં ખાવાનું ભારે પડી ગયુ. ડિનર કર્યા પછી રેસ્ટોરાંએ વ્યકિતને સોંપેલું બિલ જોઈને તેના હોશ ઉડી ગયા. આ વ્યકિતએ સોશિયલ મીડિયા પર બિલનો ફોટો શેર કર્યો છે, જેને જોયા બાદ દરેક વ્યકિત ચોંકી ગયા છે.

પોસ્ટમાં, વ્યકિત કહે છે કે તેનું ડિનર એટલું મોંઘુ હતું કે એક જ રાતમાં તેનું આખું બેંક બેલેન્સ ખલાસ થઈ ગયું. તમને જણાવી દઈએ કે આ મામલો ચાર વર્ષ પહેલાનો છે, પરંતુ હવે તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here