અફઘાનિસ્તાનમાં સૈન્ય મથકને નિશાન બનાવી બોમ્બ બ્લાસ્ટ : આઠ સૈનિકોના મોત

અફઘાનિસ્તાનના શિરઝાદ જિલ્લામાં શનિવારે આતંકવાદીઓએ સૈન્ય મથકને નિશાન બનાવીને મોટો બોમ્બ-બ્લાસ્ટ કર્યો હતો. તેમાં ૮ સૈનિકો મૃત્યુ પામ્યા હતા. સરકારી અધિકારીઓએ આ વાતની પુષ્ટિ કરી છે. આતંકી સંગઠન તાલિબાન દ્વારા બ્લાસ્ટ પછી મીડિયાને નિવેદૃન આપીને આ હુમલાની જવાબદારી લીધી છે.

આ મામલે તાલિબાનના પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદે દાવો કર્યો હતો કે તે એક આત્મઘાતી હુમલો હતો. તેમાં ૫૦ સૈનિકો માર્યા ગયા છે. ઘાયલોની સંખ્યા હજી સામે આવી નથી. આ પછી, કાબુલ શહેરમાં વધુ બે હુમલા થયા, પરંતુ વધારે નુકસાન થયું નહીં. એક જગ્યાએ પોલીસ વાન પર મેગ્નેટિક બોમ્બ વડે હુમલો કરાયો હતો. જેમાં એક નાગરિક ઘાયલ થયો હતો. કાબુલના સલીમ કારવાન વિસ્તારમાં એક કારમાં બ્લાસ્ટ કરાયો હતો. તેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું અને ત્રણને ઈજા થઈ હતી.