અનુકરણીય : કોરોના કાળના લાખો કેસ પાછા ખેંચી લેશે યોગી સરકાર

શેરી ફેરીયાઓને લોન સહાય, બેંકો દ્વારા મેગા કેમ્પનું આયોજન
શેરી ફેરીયાઓને લોન સહાય, બેંકો દ્વારા મેગા કેમ્પનું આયોજન

લોકડાઉન દરમિયાન લોકડાઉન નિયમોના ઉલ્લંઘન માટે યોગી આદિત્યનાથ સરકારે લગભગ 2ાા લાખ લોકો વિરૂધ્ધ કરેલા કેસો પાછા ખેંચી લેવાનું નક્કી કર્યું છે. લોકોને રાહત ઉપરાંત સરકારનો મોટો સમય અને કરોડોનો ખર્ચ બચી જશે. આ ઉપરાંત તબ્લીગી જમાતિયો વિરૂધ્ધ 188 હેઠળ દાખલ કરેલ 323 કેસો પણ પાછા ખેંચી લેવા હુકમો થયાની જાહેરાત થઇ છે.

યોગી સરકાર માને છે કે મામૂલી ભૂલને કારણે સામાન્ય લોકો ઉપર આઇપીસી કલમ 188 હેઠળ કેસ દાખલ કરવામાં આવેલ. આ કેસોને આગળ ચલાવવાનો હવે કોઇ અર્થ નથી. આમ ઉત્તરપ્રદેશ દેશમાં પ્રથમ રાજ્ય બન્યું છે જેણે લોકડાઉન દરમિયાન કરેલ કેસો પાછા ખેંચી લીધા છે. કોરોના સંક્રમણ અંગે ગયા માર્ચ મહિનામાં આગ્રામાં પ્રથમ કેસ બહાર આવેલ જેના માટે એક નવપરણિત યુવતિને જવાબદાર ઠેરવેલ. તેના વિરૂધ્ધ એફ.આઇ.આર. પણ દાખલ કરેલ. આ ઉ.પ્ર.નો કોરોના સંદર્ભે પ્રથમ કેસ હતો. આ પછી સોશ્યલ ડિસ્ટન્સીંગ, માસ્ક નહિ પહેરવા, જાહેર સ્થળોએ થૂંકવા વિગેરે નિયમોના ભંગ માટે 188 હેઠળ અનેક ગુન્હા દાખલ થયેલ. હજી હમણાં જ યુપી સરકારે લોકડાઉન દરમિયાન હજારો વેપારીઓ વિરૂધ્ધ દાખલ કરાયેલ કેસો પાછા ખેંચવા જાહેરાત કરી હતી. હવે સામાન્ય નાગરિકો ઉપર દાખલ કરેલ લોકડાઉન ભંગના કેસો પાછા ખેંચવાની જાહેરાત કરી દેશનું આવી જાહેરાત કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે. યુ.પી.ની યોગી સરકાર હવે માને છે કે કોરોનાને લગતા કેસોથી સામાન્ય પ્રજાને વિનાકારણ પરેશાની ઉઠાવવી પડશે. યોગી સરકારના પગલે દેશના અન્ય ભાગોની રાજ્ય સરકારો પણ આવા પગલા ભરે તેવી શકયતા છે.