વોર મેમોરીયલની જ્યોત સાથે વિલય કરવાનો નિર્ણય

વોર મેમોરીયલની જ્યોત સાથે વિલય કરવાનો નિર્ણય
વોર મેમોરીયલની જ્યોત સાથે વિલય કરવાનો નિર્ણય

2 જ્યોત એકસાથે પ્રગટાવવાનું મુશ્કેલ બનતું જતું હોઈ નિર્ણય લેવાયો
કેન્દ્ર સરકારની ચોખવટ, જ્યોતિ વિલય નહીં થાય

દેશની સુરક્ષા માટે કુરબાની આપનાર ભારતીય સેનાનાં વીર જવાનોની સ્મૃતિમાં દેશની રાજધાની નવી દિલ્હીનાં ઇન્ડિયા ગેટ પર 50-50 વર્ષથી એકધારી પ્રજ્જવલિત રહેલી અમર જવાન જ્યોતિની મશાલ બુઝાવી દેવાનું નક્કી કરવામાં આવ્યું છે. પ્રજાસત્તાક પર્વ સમયે જ અમર જવાન જ્યોતિ હવે કાયમ માટે બુઝાવી દેવામાં આવશે અને નેશનલ વોર મેમોરીયલની જ્યોતિ સાથે મિલાવી દેવામાં આવશે. એટલે હવે ઇન્ડિયા ગેટ પર એક જ જ્યોતિ રહેશે.

Visit Saurashtra Kranti Homepage here

આજે બપોરે 3:30 વાગ્યે આ અંગેનો ખાસ સમારંભ યોજાશે. સંકલિત ડીફેન્સ સ્ટાફ ચીફ એરમાર્શલ બલભદ્ર રાધાકૃષ્ણની અધ્યક્ષતામાં અમર જવાન જ્યોતિ વિલોપન સમારંભ યોજાશે. તેમ લશ્કરનાં સુત્રોએ જણાવ્યું હતું.

ભારતીય સેનાનાં સુત્રોએ જણાવ્યું હતું કે, નેશનલ વોર મેમોરીયલ પર એક સાથે બે જ્યોત જલતી રાખવાનું વધુને વધુ મુશ્કેલ બની રહ્યું હતું. બીજી એવી દલીલ કરવામાં આવી રહી છે કે, દેશના શહીદો માટે અહીં વોર મેમોરીયલ બનાવવામાં આવ્યું છે. ત્યારે ઇન્ડિયા ગેટ પર અલગ જ્યોત જગાવવાની જરૂર રહેતી નથી. વોર મેમોરીયલ ઉપર પણ શહીદોનાં નામ કોતરવામાં આવ્યા છે.

એવી પણ દલીલ કરવામાં આવી છે. 1947-48 નાં પાકિસ્તાનનાં યુધ્ધથી માંડીને ગલવાનખીણમાં ચીની દળો સાથેની લડાઈમાં શહીદ થયેલા જવાનોનાં નામ મેમોરીયલ ખાતે કોતરવામાં આવ્યા છે. એટલું જ નહીં ત્રાસવાદ વિરોધી ઝુંબેશ દરમ્યાન શહીદ થયેલા જવાનોનાં નામ પણ મેમોરીયલની દિવાલો પર અંકિત કરવામાં આવ્યા છે.

Read About Weather here

રૂ. 176કરોડનાં ખર્ચે 40 એકર વિસ્તારમાં નિર્મિત નેશનલ વોર મેમોરીયલનું ગત ફેબ્રુઆરી 2019 માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્દઘાટન કર્યું હતું. હવે લશ્કરની તમામ સેરેમની ઇન્ડિયા ગેટને બદલે મેમોરીયલ ખાતે યોજવામાં આવે છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here