૩૦મી ડિસેમ્બર સુધીમાં ૪.૭૩ કરોડ આઇટીઆર દાખલ કરાયા

51

આવકવેરા ખાતાના જણાવ્યા અનુસાર નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ માટે ૨૯મી ડિસેમ્બર સુધીમાં ૪.૭૩ કરોડ આઇટીઆર દાખલ કરાયા હતા.

કોરોનાના રોગચાળાને ધ્યાનમાં રાખીને સરકારે આવકવેરા રિટર્ન ભરવાની અંતિમ તારીખ લંબાવીને ૩૧મી ડિસેમ્બર ૨૦૨૦ કરી હતી, પણ હવે વ્યક્તિગત રિટર્ન ભરવાની તારીખ લંબાવીને ૧૦મી જાન્યુઆરી ૨૦૨૧ અને કંપનીઓ માટે રિટર્ન ભરવાની અંતિમ તારીખ ૧૫મી જાન્યુઆરી ૨૦૨૧ કરવામાં આવી છે.

ગયા વર્ષે વ્યક્તિગત રિટર્ન ભરવાની અંતિમ તારીખ ૩૧ ઑગસ્ટ હતી અને ૫.૬૫ કરોડ રિટર્ન ફાઇલ કરાયા હતા.

આવકવેરા વિભાગે જાહેર કરેલા આંકડા પ્રમાણે ૨.૬૧ કરોડ આઇટીઆર-૧ ૩૦મી ડિસેમ્બર સુધીમાં દૃાખલ કરાયા હતા, જે ગયા વર્ષે ૨૯મી ઑગસ્ટ ૨૦૧૯ના ૨.૯૧ કરોડ રિટર્ન કરતા ઓછા છે. ૧.૦૫ કરોડ આઇટીઆર-૪ ૩૦મી ડિસેમ્બર સુધીમાં દાખલ કરાયા હતા, જે ગયા વર્ષે ૨૯મી ઑગસ્ટ ૨૦૧૯ના ૧.૧૦ કરોડ રિટર્ન કરતા વધારે છે.
આ વર્ષે વ્યક્તિગત કર માટેના રિટર્નમાં ઘટાડો થયો હતો, પણ વ્યવસાયિક અને ટ્રસ્ટોના રિટર્નમાં વધારો નોંધાયો હતો.