૨૫૦ ખેડૂતો મર્યા પરંતુ એક પણ નેતાએ દુ:ખ વ્યક્ત કર્યું નથી: રાજ્યપાલ મલિક (16)

    Satyapal-Malik-૨૫૦
    Satyapal-Malik-૨૫૦

    Subscribe Saurashtra Kranti here.

    ૨૫૦ ખેડૂતો મરી ગયા કોઈ કશું જ ન બોલ્યું

    કૂતરી પણ મરી જાય તો તેના માટે નેતાઓના શોક સંદેશ આવે છે પરંતુ

    દેશમાં એક તરફ ખેડૂતો અને સરકાર વચ્ચે સહમતિ નથી સધાઈ રહી ત્યારે ફરી એક વખત મેઘાલયના રાજ્યપાલ સત્યપાલ મલિકે કૃષિ કાયદા મામલે એક મહત્વનું નિવેદન આપ્યું છે. રાજસ્થાનના ઝુંઝુનૂ ખાતે એક ખાનગી કાર્યક્રમ બાદ સત્યપાલ મલિકે ખેડૂત આંદોલન આટલું લાંબુ ચાલે તે કોઈના હિતમાં નથી તેમ જણાવ્યું હતું.

    સત્યપાલ મલિકે કહૃાું હતું કે, ’એક કૂતરી પણ મરી જાય તો તેના માટે આપણા નેતાઓના શોક સંદેશાઓ આવે છે પરંતુ ૨૫૦ ખેડૂતો મરી ગયા કોઈ કશું જ ન બોલ્યું. મારા આત્માને દુ:ખ થાય છે. આ એવો મુદ્દો નથી કે જે ઉકેલાઈ ન શકે. મામલો ઉકેલાઈ જ શકે.’

    Read About Weather here

    મલિકના કહેવા પ્રમાણે એમએસપી જ મુખ્ય મુદ્દો છે. જો એમએસપીને લીગલાઈઝ કરી દેવામાં આવે તો આ મુદ્દો સરળતાથી ઉકેલાઈ જશે. આ મુદ્દો હવે દૃેશભરના ખેડૂતોનો બની ગયો છે. માટે આ સંજોગોમાં તે જલ્દી ઉકેલાવો જોઈએ. એક સવાલના જવાબમાં મલિકે પોતે બંધારણીય પદ પર છે માટે વચેટિયાનું કામ ન કરી શકે તેવો જવાબ આપ્યો હતો. તેમના કહેવા પ્રમાણે તેઓ ખેડૂત નેતાઓ અને સરકારી પ્રતિનિધિઓને ફક્ત સલાહ આપી શકે, તેમનો રોલ એટલો જ છે.

    Visit Saurashtra Kranti Homepage here

    Read National News : Click Here

    Visit Saurashtra Kranti Homepage here

    Visit Saurashtra Kranti Homepage here